ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિ-પોર્ટ સેકટર અને ઊદ્યોગોમાં નવી પોલિસી જાહેર કરી - ગુજરાત ન્યૂઝ

ગાંધીનગર: ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો મળ્યો છે. જેનો સંપૂર્ણ પણે વિકાસના કામે ઉપયોગ થાય તે માટે સરકાર દ્વારા પોર્ટ સેકટર અને ઉદ્યોગોમાં નવી પોલિસી જાહેર કરી છે. જેથી આવનાર દિવસોમાં રાજ્યના દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેકટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણ કરવામાં આવશે.

vijay rupani etv bharat

By

Published : Sep 28, 2019, 6:24 AM IST

નવી પોલિસી બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઉદારીકરણના પગલાંઓને આગળ ધપાવતાં વર્તમાન સમય અને ઔદ્યોગિકરણની માંગને સુસંગત આ નવી પોર્ટ પોલિસી છે. જે અનુસાર રાજ્યમાં હાલમાં કાર્યરત 32 કેપ્ટીવ જેટીઓ કોઇપણ જાતના પ્રતિબંધ વિના થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે.

જ્યારે વર્તમાન કેપ્ટીવ જેટી પરવાનદારો કાર્ગો હેન્ડલિંગની સુવિધાઓમાં વધારો કરવા, વિસ્તૃતીકરણ-એકસ્પાન્શન અને આધુનિકરણ-મોર્ડનાઇઝેશન માટે વધારાનું રોકાણ કરી શકશે. ઔદ્યોગિક એકમો અને સહભાગીદાર કંપનીઓની સાનૂકુળતા માટે રાજ્ય સરકારે ગૃપ કંપની કાર્ગો હેન્ડલ કરવા માટેની છૂટ આપવાની જોગવાઇ પણ આ પોર્ટ પોલિસીમાં રાખી છે. હાલમાં કાર્યરત કેપ્ટીવ જેટી કંપની-ટર્મિનલ કંપનીઓ પોતાની ગૃપ કંપનીના કાર્ગો આ પોલિસી અંતર્ગત આવી જેટી પરથી હેન્ડલ કરી શકશે. બંદરીય ક્ષેત્રમાં પણ કોઇ પણ ઊદ્યોગ સાહસિક ભાગ લઇ શકે તે માટે આ નવી નીતિમાં જોગવાઇ કરી છે.

આ જોગવાઇઓ મુજબ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સમયાંતરે EOI (એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ) બહાર પાડશે અને નવા સાહસિકોને ઓછામાં ઓછું 300 કરોડનું મૂડીરોકાણ કરવું પડશે અને પાંચ મિલિયન મેટ્રિક ટનની બંદરીય ક્ષમતા ઊભી કરવાની રહેશે. રાજ્ય સરકારે દહેજ અને હજીરા બંદરના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાને લઇને આ બે સ્થળોએ ખાસ કિસ્સામાં પ્રવર્તમાન જેટી થી ઓછામાં ઓછું 1 કિલોમીટર અંતર હોવું જોઇયે તેવી જોગવાઇ પણ કરી છે.

આ પારદર્શી નીતિએ નવા સાહસિકો રાજ્યના પોર્ટ ડેવલપમેન્ટમાં સહભાગી થઇ શકશે, તેમજ ક્રૂડ ઓઇલ, કોલસો તેમજ નેચરલ ગેસ અને એલ.પી.જી. આયાત માટે આ નવી નીતિ ઉપયુકત અને કારગત નિવડશે. રૂપાણીએ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસીથી કેપ્ટીવ જેટીના વેલ્યુએડીશન, કેપ્ટીવ જેટી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીને નવા રોકાણોથી કેપેસિટી બિલ્ડીંગ મોર્ડનાઇઝેશન, મિકેનાઇઝેશન અને વેલ્યુચેઇનમાં બેકવર્ડ-ફોરવર્ડ ઇન્ટીગ્રેશનની તક મળશે.

નવી બંદર નીતિના ફાયદાઓ

  • કેપ્ટીવ જેટી પરના નિયંત્રણો દૂર થવાથી તેનો સર્વાંગી વિકાસ થશે.
  • કોમર્શીયલ પોર્ટ એકટીવીટીઝની ક્ષમતા 79.5 MMTPAથી વધી શકે છે.
  • માળખાગત સુવિધાઓમાં 4,000 કરોડથી વધુનું રોકાણ શકય બનશે.
  • રાષ્ટ્રીય કાર્ગો હેન્ડલીંગમાં ગુજરાતનો સંભવિત હિસ્સો 41 ટકાથી વધીને 46 ટકા થઇ શકે છે. જેને લીધે પોર્ટના વિકાસની વ્યૂહરચનાને પ્રોત્સાહન મળશે.
  • 70,000 કરોડથી વધુનો આર્થિક લાભ થઇ શકે છે.
  • સંભવિત રોજગારની 25,000થી વધુ તકોનું નિર્માણ થઇ શકે છે.
  • ગુજરાત સરકારની સંભવિત આવક 400 કરોડથી વધી શકે છે.
  • કોસ્ટલ શીપિંગમાં વૃધ્ધિ થવા ઉપરાંત લોજીસ્ટીક કોસ્ટમાં ઘટાડો કરવામાં આ નીતિ સહાયક નીવડશે.

નવા સાહસિકો દ્વારા પસંદ કરવામાં આવેલ જેટીની જગ્યા હયાત જેટીથી ઓછામાં ઓછી 3 KM દૂર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ખાનગી બંદરની પોર્ટ લિમિટની બહાર હોવી જોઇએ, જ્યારે ગુજરાત પોર્ટ સેકટર અને ઔદ્યોગિકરણના વિકાસમાં હરણફાળ ભરીને તેમજ પોર્ટ પોલિસીના માધ્યમથી મધ્યપૂર્વીય દેશો, આફ્રિકા અને યુરોપથી સમુદ્રી માર્ગે આવતા માલ-સામાનનું ગેટ વે બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details