ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે દ્વારા લીકર એન્ડ ડાઈનની વ્યવસ્થા બાબતની સ્પેશિયલ આપવામાં આવી છે અને ભવિષ્યમાં વિશ્વની મોટામાં મોટી કંપનીઓ પણ ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવે તે અંતર્ગત જ આની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે ઓફિશિયલ નોટિફિકેશન ગેજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગિફ્ટ સિટીની અંદર લિકર એન્ડ ડાઇનના નિયમો ટાકવામાં આવ્યા છે.
ગિફ્ટ સિટીમાં દારુની કઈ શરતો મુકવામાં આવી છે ? રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગિફ્ટ સિટી લીકર એક્ટ ઓફિશિયલ ગેઝેટમાં જોઇએ તો કેટલીક મહત્ત્વની બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે. જેમાં વાઇન એન્ડ ડાઇન એટલે કે દારુ સાથે ભોજન પીરસાવા માટેની પ્રક્રિયાઓ વિશે જણાવાયું છે.
1. ગિફ્ટ સિટીની અંદર આવેલ કોઈપણ યુનિટ પહેલા ગિફ્ટ ફેસીલેસન કમિટીને દારુ માટેની પરમિશન લેવી પડશે અને ત્યારબાદ ગાંધીનગરના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ કાર્યાલયમાં દારુ માટેની અરજી કરવી પડશે. 2. લાયસન્સ ફક્ત લિકર એન્ડ ડાઇન સુવિધા હશે તેવા વિસ્તારમાં જ આપવામાં આવશે. 3. દારુ ફક્ત પરમિટ ધારકો અને ટેમ્પરરી પરમિટ દારુની સેવાઓ મળશે. અન્ય કોઈ વ્યક્તિને અથવા તો ઓથોરાઈઝેશન સિવાય લાયસન્સ હેઠળનું સંચાલન અન્ય કોઈ વ્યક્તિ કરી શકશે નહીં, ઉપરાંત પરમિટ ચેક કરીને જ દારુ સર્વ કરવામાં આવશે. 4. અમુક સંજોગોવસાત અથવા તો અમુક કારણોસર દારુ પીવાની પરમીટ અને ટેમ્પરરી પરમિટ સસ્પેન્ડ અને કેન્સલ પણ કરી શકાશે. 5. લાઇસન્સ એક વર્ષથી પાંચ વર્ષ સુધીના સમયગાળા દરમિયાન જ ઇશ્યૂ કરાશે. જ્યારે રીન્યુ પાંચ વર્ષ સુધી થઈ શકશે. જ્યારે લાઇસન્સની ફીની વાત કરવામાં આવે તો એક લાખ રૂપિયા પ્રતિ વર્ષ માટેની ફી છે અને સિક્યુરિટી ડિપોઝિટ તરીકે બે લાખ રૂપિયા જમા કરાવવા પડશે. 6. દારુની પરમિશન અને લાયસન્સ એ ફક્ત વિદેશી નાગરિક અને ગુજરાત બહારના નાગરિકને જ આપવામાં આવશે. 7. ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીના અધિકારીએ કર્મચારીઓનું કે જેઓ દારુ પીવાની મંજૂરી લેવા માંગતા હોય તેનું એક લિસ્ટ તૈયાર કરવાનું રહેશે અને ઓથોરાઈઝડ ઓફિસરને આપવાનું રહેશે. આ ઓથોરાઈઝ ઓફિસર લિસ્ટને એપ્રુવલ કર્યા બાદ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પ્રોફેશન એન્ડ એક્સાઇઝ એન્ડ રીકમાઇન્ડિંગ ઓફિસરને સુપ્રત કરશે અને ત્યારબાદ જ તેઓને દારુ પરમીટ કાર્ડ આપવામાં આવશે. |