ગાંધીનગર: જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે 2 વાગ્યે મળી હતી. જેમાં શરૂઆતથી જ સદસ્યોના તીખા તેવર જોવા મળ્યા હતા. સામાન્ય સભા પહેલા ખુલ્લા મેદાનમાં મળવાની હતી પરંતુ સદસ્યને જાણ કર્યા વિના જ મીટીંગ હોલમાં કરવામાં આવતા સોશિયલ ડિસ્ટન્સ પાલનને મુદ્દે પૂર્વ ચેરમેન અને અધિકારીઓ સામે રોષ ઠલવાયો હતો. ભાજપના વિપક્ષના નેતા જયેશ ચૌધરીએ કોરોનાકાળમાં ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટના રૂપિયા હજુ પણ પડી રહ્યા છે, તેને લઈને અધિકારીઓ સમક્ષ ખુલાસા માંગ્યા હતા. પરંતુ અધિકારીઓ તેનો જવાબ આપી શક્યા ન હતા.
ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓનો ઉધડો લેવાયો જય ચૌધરીએ કહ્યું કે. હજુ સુધી વર્ષ 16-17ના નાણાં વપરાયા નથી. અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આ બાબતે તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. આ કામગીરીમાં અનેક ગોટાળા થયા હોવાના આક્ષેપ તેમણે લગાવ્યા હતાં. અધિકારીઓએ પહેલા આપેલા જવાબની જેમ એક સપ્તાહમાં તમને જવાબ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.બીજી તરફ 15માં નાણાપંચના ગ્રાન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ તમામ ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને ફાળવી દેવામાં આવતી હતી. પરંતુ હવે જીલ્લા પંચાયત પોતાની પાસે 10% તાલુકા પંચાયતને 20% અને ગ્રામ પંચાયતો અને 70 % રકમ ફાળવશે. જ્યારે ડીડીઓની ચેમ્બરમાં 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ચેરમેનની મંજૂરી વિના જ આકાશ કરી નાખવામાં આવતા સદસ્યોમાં રોજ જોવા મળતો હતો એક તરફ કોરોનાની મહામારી ગાંધીનગર જિલ્લાની ભડકી રહી છે ત્યારે અધિકારી પોતાની ચેમ્બર માટે જ 15 લાખ રૂપિયા વાપરી રહ્યા છે.કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરએ કલોલમાં સ્ટર્લીંગ લે બંધ કરવામાં આવી હોવાની લઈને જિલ્લા આરોગ્ય અધિકારીને કહ્યું કે આ જિલ્લાને તમે ભગવાન ભરોસો મૂક્યો છે. તમારી સરકારમાં દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ખાનગી દવાખાના બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે તમે શું કામગીરી કરી માત્ર તમે વાહ વાહી કરવાનું કામગીરી કરી રહ્યા છો. સરકારનો ખરાબ દેખાતું હતું, તેને લઈને કલોલમાં લેબોરેટરીને તમે બંધ કરાવી છે.ગાંધીનગર જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓના 350 જેટલા ઓરડા જર્જરિત હાલતમાં છે. જ્યારે 12 જેટલી બાકી શાળાઓ જર્જરિત થઈ ગઈ છે. ત્યારે આ બાબતે પણ કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ તમામ શાળાઓને જમીનદોસ્ત કરીને કોઈનો વહાલસોયો ભોગ બને તે પહેલાં જ કામગીરી કરવાની પણ માંગ કરી હતી.