ગુજરાત

gujarat

ગૌરવ દહિયાના આર્થિક વ્યવહારોની પણ થશે તપાસ, રાજ્ય સરકાર ઊંડાણપૂર્વક તપાસ માટે કરશે અધિકારીની નિમણુક

By

Published : Aug 22, 2019, 10:18 PM IST

ગાંધીનગર: રાજ્યના IAS ગૌરવ દહિયાનો પ્રેમ પ્રકરણ સમગ્ર રાજ્યામાં ચર્ચાનો વિષય બન્યો છે. દહિયાના સસ્પેન્સ ઓર્ડરને પાછો ખેંચીને વધુ સજા માટે ચર્ચા થઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ ટુંક સમયમાં નિવૃત અધિકારી અથવા તો અન્ય ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરે તેની સચિવાલયમાં ચર્ચા થઇ રહી છે.

ગૌરવ દહિયાના આર્થિક વ્યવહારોની પણ થશે તપાસ, રાજ્ય સરકાર ઊંડાણપૂર્વક તપાસ માટે કરશે અધિકારીની નિમણુક

કોઈ IAS અધિકારીને રાજ્ય સરકાર પ્રાથમિક એહવાલને આધારે સસ્પેન્ડ કરવામાં આવે તો નિયમ પ્રમાણે 3 મહિના સુધી અધિકારીને સસ્પેન્ડ કરી શકાય છે. પણ વધુ તપાસ અને સચોટ પરિણામ પર આવા માટે રાજ્ય સરકારને વધુ ઊંડાણ પૂર્વક તાપસ કરવાની હોય છે. જેને લઈને હવે રાજ્ય સરકાર ટુંક સમયમાં નવા તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. જેમાં ઉચ્ચ અધિકારી અથવા તો રાજ્ય સરકારમાં સચિવ પદે નિવૃત્ત થનાર અધિકારીની નિમણૂંક કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા વધુ ઊંડી તાપસ માટે નિમાયેલા અધિકારી ગૌરવ દહિયાની ફરીથી ઘટના અંગેની તાપસ હાથ ધરશે. ત્યારબાદ સમગ્ર ફાઇનલ રિપોર્ટ સરકારને જમા કરવામાં આવશે. ગૌરવ દહિયા પર અનેક આર્થિક વ્યવહારના પણ આરોપ યુવતી દ્વારા લગાવવામાં આવ્યા છે.

જેને લઈને આર્થિક વ્યવહારની તાપસ કરવામાં આવશે. આ ફાઇનલ રિપોર્ટના અંતે દહિયાને કડક સજા ફાટકારવી કે ડ્યુટી પર હાજર કરવા અંગેનો નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની પીડિતા લીનું સિંગ 2 દિવસ પહેલા ગાંધીનગર સચિવાલય સુધી પહોંચીને ગૌરવ દહિયાને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે. હાલ દહિયાને 3 મહિના માટે રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details