ગાંધીનગરઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને દુનિયામાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ચીન સિવાયના મોટા ભાગના લોકો સ્વદેશ પરત ફરવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રહેતો અને ચીનમાં MBBS કરવા ગયેલો યુવાન સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે. પરિવારજનો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવે છે, ત્યારે હાલ આ પરિવાર પોતાનો પુત્ર ભારત પરત ફરે તે માટે કાગડોળે રાહ જોઇ રહ્યો છે.
MBBS માટે ગયેલો ગાંધીનગરનો યુવાન કોરોના વાયરસને લઈને ચીનમાં ફસાયો, જુઓ યુવાને શું કહ્યુ? - Gandhinagar young
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રહેતો અને ચીનમાં MBBS કરવા ગયેલો યુવાન સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે. પરિવારજનો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે હાલ આ પરિવાર પોતાનો પુત્ર ભારત પરત ફરે તે માટે કાગડોળે રાહ જોઇ રહ્યો છે.
ગાંધીનગર
ચૈતન્ય મકવાણાના ભાઈ અભિષેક મકવાણાએ કહ્યું કે, ભાઈ સાથે વાત થઈ હતી તેમની ટિકિટ કન્ફર્મ થઇ ગઇ છે જો કોઇ સ્થાનિક લેવલની સમસ્યા ઊભી ના થાય તો આગામી શનિવાર કે રવિવારના દિવસે વતન પરત ફરશે. હાલ તો પરિવાર સરકાર પાસે પણ આશા રાખીને બેઠો છે કે, તેમનો ભાવિ ડોક્ટરો પુત્ર કોઈપણ પ્રકારની સમસ્યા વિના ઘરે પરત ફરે.
ગાંધીનગરથી દિલીપ પ્રજાપતિનો વિશેષ અહેવાલ Etv Bharat
Last Updated : Jan 30, 2020, 2:40 PM IST