- બીજા નોરતે ગાંધીનગર આવેલા કેન્દ્રિય ગૃહપ્રધાને નામ નિશ્ચિત કર્યું
- મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પણ નક્કી કરાશે
- ભાજપની પહેલી સામાન્ય સભા મળશે
ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાઈ હતી. જ્યારે 5 ઓક્ટોબરના રોજ મતદાનનું રીઝલ્ટ સામે આવ્યું હતું. સામાન્ય સભાની બેઠક નવરાત્રીમાં જ યોજાવાની નક્કી થઈ હતી પરંતુ સંજોગો દરમિયાન નવરાત્રિના પૂર્ણ થયાના પાંચ દિવસ બાદ સામાન્ય સભા 21મી તારીખના રોજ મળવા જઈ રહી છે. પૂર્ણ બહુમતી હોવાથી ભાજપે પણ તેમની સુવિધા મુજબ સામાન્ય સભા ગોઠવી છે. ત્યારે એ પહેલાથી જ મેયર ડેપ્યુટી, મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ત્યારે જ્ઞાતિ સમીકરણના આધારે જુદી-જુદી જ્ઞાતિના ઉમેદવારોને અલગ-અલગ કાર્યભાર સોંપવામાં આવશે.
મેયરપદ માટે SC ના બે ઉમેદવારો રેસમાં
કોર્પોરેશનની ચુંટણીની મતદાન પ્રક્રિયા પાંચ ઓક્ટોબરના રોજ હતી ત્યારે 11:00 કલાકે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. એ સમયે જ હિતેશ મકવાણાનું નામ મેયર તરીકે ચર્ચામાં ચગ્યું હતું. કેમ કે આ વખતે મેયર પદની બેઠક SC સમાજ માટે અનામત હોવાથી અને તેઓ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા હોવાથી તેમનું નામ ચર્ચામાં છે પરંતુ સામાન્ય પરિવારમાંથી આવતા અને વોર્ડ નંબર 4ના ઉમેદવાર ભરતભાઈ દીક્ષિતને મેયર બનાવે તેવી પ્રબળ શક્યતાઓ છે. કેમકે આ બધામાં ભાજપ અમદાવાદની રીત અહીં અપનાવી શકે છે. જોકે 41 ઉમેદવારમાંથી 5 SC ના ઉમેદવારો છે. જેમાં ત્રણ મહિલા ઉમેદવારો પણ સામેલ છે જેમાં વોર્ડ નંબર 1માં મીનાબેન મકવાણા, વોર્ડ નંબર 5ના કૈલાસબેન સુતરિયા અને વોર્ડ નંબર 11માં સેજલ પરમાર ચૂંટાયા છે પરંતુ પાંચ વર્ષમાંથી બીજા અઢી વર્ષમાં મહિલા અનામતની સીટ હોવાથી પુરુષ ઉમેદવારમાંથી જ મેયર પદે નિયુક્તિ કરવામાં આવશે.
ડેપ્યુટી મેયર જનરલ કેટેગરીના બનાવવામાં આવે તેવી શક્યતા