ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ઇનોવેશન આઈડિયા, 'મહેમાન આવે તો અડધો ગ્લાસ જ પાણી આપો' - latest news of Gandhinagar

ગાંધીનગર યુનિવર્સિટી ફોર ઇનોવેશનમાં આજે ત્રીજા કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યાં હતાં. નવા-નવા ઇનોવેશન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ યુનિવર્સિટી ઓફ ઇનોવેશનમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડામસએ વિદ્યાર્થીઓને શિક્ષા આપતા જણાવ્યું હતું કે, હવે નવું ઇનોવેશન કરો કે જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે આખો પાણીનો ગ્લાસ નહીં, પણ અડધો પાણીનો ગ્લાસ આપવો, કેમકે કોઈ વ્યક્તિ આખો પાણીનો ગ્લાસ પીતો નથી. આ ઇનોવેશનથી પાણીની પણ બચત થશે.

મહેમાન આવે તો અડધો ગ્લાસ જ પાણી આપો : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
મહેમાન આવે તો અડધો ગ્લાસ જ પાણી આપો : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : Feb 29, 2020, 2:42 PM IST

ગાંધીનગરઃ યુનિવર્સિટી ઓફ ઇનોવેશનમાં આજે કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રોફેસર રાવે સ્થાનિકોને અભિનંદન અને અર્થપૂર્ણ કારકિર્દી તરફ આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 38 bsc 43 msc અને બે પી.એચ.ડીના વિદ્યાર્થીઓ સહિત કુલ ૮૩ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી.

મહેમાન આવે તો અડધો ગ્લાસ જ પાણી આપો : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

આ સાથે જ જીવનના વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ વાલીઓ અને સ્નાતકોના પરિવારોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચુડાસમાએ પોતાના સંબોધન દરમિયાન વિદ્યાર્થીઓને એક સૂચન પણ કર્યું હતું કે, જીવનમાં કોઇપણ દિવસ શોર્ટકટ વાપરતા નહીં, આ સાથે જ ઇનોવેશન બાબતે પણ અનેક મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details