ગુજરાત

gujarat

ETV Bharat / state

અહો આશ્ચર્યમ!!! અક્ષરધામ સામે ટીમ દબાણ હટાવવા ગઈ તે પહેલા જ દબાણ દુર થઈ ગયા - etv bharat news

ગાંધીનગર: લોકોના કલ્યાણની વાત કરતો ધર્મ ક્યારેક લોકોના જ દુ:ખનું કારણ બનતું હોય છે. રોજીરોટી માટે 20 વર્ષથી એક જ સ્થળ પર કામ કરતાં લોકોને મંદિરની સુરક્ષાને લીધે મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લાને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સમયના માર્યા લારી ગલ્લાઓને દબાણ વિભાગની ટીમ દૂર કરે તે પહેલા જ તેઓ લારીઓ સાથે હટી ગયા હતા. ત્યારે નાગરિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ગાંધીનગર : મંદિરની સુરક્ષાએ છીનવી 1200 પરિવારની રોજગારી, શું 20 વર્ષે બાદ યાદ આવી મંદિરની સુરક્ષા?

By

Published : Aug 26, 2019, 6:45 PM IST

Updated : Aug 26, 2019, 7:17 PM IST

સમયની સાથે પરિવર્તનો આવતા રહે છે. પછી તે ગમે તે બાબતોને લઈને હોય શકે છે. ગાંધીનગરમાં વસ્તીમાં સમય સાથે વધારો થયો છે. લોકોને આજના સમયમાં જગ્યાને લઈને વધુ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જેમ કહેવાય છે ને કે, મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. કંઇક એવી જ સ્થિતી ગાંધીનગરના લારીવાળાઓ સાથે બની છે. લારીવાળાઓનો તો ઓટલાને લીધો રોટલો પણ જતો રહ્યો છે.

શહેરના સેક્ટર 11, 21, 22 અને પથિકાશ્રમ તેમજ કપાસ ચોપાટીની બજારમાં પુષ્કળ પ્રમાણમાં દબાણો જોવા મળી રહ્યા છે. ત્યારે સેક્ટર 20 અક્ષરધામ મંદિર સામે પણ લારી ગલ્લા ઘારકોને લઈને પણ દબાણની વાતું થઈ રહી હતી. જેના પગલે મહાનગર પાલિકાની ટીમ સોમવારના રોજ પાલિકા ટીમ દબાણ દૂર કરવા પોલીસના કાફલા સાથે પહોંચી હતી. પરંતુ તેમને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું. લારી ઘારકોને અગાઉથી જ જાણ થઇ ગઈ હોવાથી તેઓ પોતાના માલ સામાન લઇને પહોંચ્યા નહોતા.

અક્ષરધામ સામે ટીમ દબાણ હટાવવા જઇ તે પહેલા જ દુર થઈ ગયા

અક્ષરધામ મંદિર સામે રેકડી મુકીને ધંધો ચલાવતા રમેશભાઈ પરમારે કહ્યું હતું કે, અમને 2 દિવસ પહેલા જ દબાણો દુર કરવાની જાણ કરવામાં આવી હતી. પરંતુ અમે જાતે જ દબાણ દુર કરી દીધું છે. કારણ કે દબાણના પરિણામ સ્વરુપે અમારી લારીઓને ઉઠાવી લેવામાં આવે છે. જે અમારા ગુજરાન માટેની મિલકત છે. તેના વગર અમારું ગુજરાન શક્ય નથી. અમને 1000 ચોરસ મીટર પ્લોટ ફાળવવામાં આવ્યો છે પરંતુ લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ અમારી પાસે નાણાની માંગણી કરી રહ્યા છે. અમારા અધિકારથી અમને વંચિત રાખવામાં આવે છે ઉપરાંત નાણાની માગણી પણ કરે છે. રોજનું કમાઈને રોજનું ગુજરાન ચલાવનાર અમે હાલ લાચાર છીએ. દબાણ દુર કરવાના કારણે 1200 લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.

સ્વના સ્વાર્થ ખાતર ઘણીવાર તંત્ર પણ લાંચ રુશવત લઈને લોકોને પરેશાન કરતા હોય છે. પોતાના ગુજરાન ખાતર લારી ગલ્લા ધારકો અધિકારીઓને નાણા આપીને સાચવી પણ લેતા હોય છે. પરિણામે દબાણ હટાવવાનું નાટક શહેરભરમાં શરુ થાય છે અને કલાકારો દબાણ દુર કરવાના અઘિકારીઓ હોય છે.

Last Updated : Aug 26, 2019, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details