ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વમાં થતી ઇવેન્ટ ગુજરાતમાં થાય તેવું સરકારનું પ્લાનિંગ, 28 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાશે - કન્વેન્શન ઇન્ડિયા

દેશ અને વિદેશ વિશ્વમાં જે મોટી ઇવેન્ટ અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે તે તમામ ગુજરાતમાં યોજાય તે માટે સરકારના ટુરિઝમ વિભાગનું ખાસ પ્લાનિંગ સામે આવ્યું છે. આ સંદર્ભે આગામી માસમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાવા જઇ રહ્યો છે.

વિશ્વમાં થતી ઇવેન્ટ ગુજરાતમાં થાય તેવું સરકારનું પ્લાનિંગ, 28 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાશે
વિશ્વમાં થતી ઇવેન્ટ ગુજરાતમાં થાય તેવું સરકારનું પ્લાનિંગ, 28 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 7:11 PM IST

ગુજરાતની આવક વધારવા આયોજન

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમ વિભાગને છેલ્લા કેટલાય વર્ષથી દેશવિદેશમાં પ્રમોશન કરવામાં આવે છે. જેના કારણે ગુજરાતમાં વિદેશીઓની સંખ્યામાં વધારો તો થયો છે. પરંતુ હવે ગુજરાત ટુરિઝમ વિભાગ સેક્ટરમાં આગળ વધવા માટેનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારની આવક કઈ રીતે વધે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ પ્રીસમિટ અંતર્ગત ટુરિઝમ ઇન્ડિયા લેવલની કોન્વેન્શન ઇન્ડિયા કોન્કલેવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

કયા મુદ્દે બેઠક, શું થશે ગુજરાતને ફાયદો :7 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે કન્વેન્શન ઇન્ડિયા આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે ગુજરાત ટુરિઝમના કમિશનર સૌરભ પારધીએ ઈટીવી ભારત સાથેની વાતચુૂમાં જણાવ્યું હતું કે દેશ અને વિદેશ વિશ્વમાં જે મોટી ઇવેન્ટ અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે તે તમામ કોન્ફરન્સ ગુજરાતમાં અમદાવાદ, કચ્છ, ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થાય તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભવિષ્યમાં આવી કોઈ ઇવેન્ટ ગુજરાતમાં આયોજિત થાય તો ગુજરાતને આવકમાં વધારો થઈ શકે. આમ આજ કારણે પ્રીવાઇબ્રન્ટ મહોત્સવમાં આયોજન કરવામાં આવ્યું છે.

ટુરિઝમ પોલિસી બાબતે ચર્ચા : એસીએસહારિત શુકલાએ નિવેદન આપ્યું હતું કે દિલ્હી ખાતે ટુરીઝમ સેક્રેટરીની બેઠક મળી હતી કે જેમાં ટુરિઝમ પોલિસીમાં ફેરફાર કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે તેમાં મૂળભૂત કારણ G 20, ડિફેન્સ એક્સપો અને વાઈબ્રન્ટ ગુજરાતનો મોટો ફાળો છે, જ્યારે આવનારા દિવસોમાં ટુરિઝમ ક્ષેત્રે વધુમાં વધુ વેગ મળે તે માટે કરોડોના એમઓયુ ટુરિઝમ સેકટર ખાતે કરવામાં આવશે. જ્યારે ટુરિઝમ વધારવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને ફિલ્મોના શૂટિંગ માટે MOU કરવામાં આવશે.જે અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 28 જાન્યુઆરીના રોજ ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે.

હવે બારે માસ ટુરિસ્ટ આવે તેવું આયોજન : રાજ્ય સરકારના ટુરિઝમ સેક્રેટરી હરિત શુક્લાએ પણ નિવેદન આપ્યું હતું કે દેશમાં ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતમાં ખૂબ સારો પ્રતિસાદ રહ્યો છે. જેમાં 50 ટકાથી વધુ લોકો ધાર્મિક જગ્યા ઉપર આવી રહ્યા છે. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું કે જેમાં વિદેશી નાગરિકો ફક્ત અમુક ગણતરીના મહિનાઓ જ નહીં પરંતુ બારેમાસ ગુજરાતમાં ફરવા આવે તે રીતનું આયોજન કરવામાં આવશે. સાથે જ ગુજરાત ટુરિઝમના સેક્ટરને દેશના અલગ અલગ રાજ્યોમાં પણ બતાવવામાં આવશે જેથી ટુરિસ્ટોની સંખ્યામાં વધારો થઈ શકે.

  1. Jamnagar News: ખીજડીયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ મળ્યો...જાણો શા માટે?
  2. Medical Tourism In India : ભારત મેડિકલ ટુરિઝમ માટે પોર્ટલ શરૂ કરશે, વિદેશી નાગરિકોને ભારતમાં સારવાર મળશે : લવ અગ્રવાલ

ABOUT THE AUTHOR

...view details