ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : વાઈબ્રન્ટ સમિટથી કેટલો થયો ફાયદો? કેટલા એમઓયુ સફળ અને કેટલા નિષ્ફળ એ જાણવા માટે વાંચો આ વિશેષ અહેવાલ - MoU failed

ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આયોજિત થવા જઈ રહી છે. તેને લઇને સરકારની હલચલ વચ્ચે એક મહત્ત્વની બાબત સામે આવી રહી છે. અત્યારસુધીમાં થયેલા 9 વાઈબ્રન્ટ સમિટમાં કેટલા એમઓયુ સફળ રહ્યાં અને કેટલા એમઓયુ નિષ્ફળ તે જાણવા જેવું છે.

Gandhinagar News : 9 વાઈબ્રન્ટ સમિટમાં કેટલા એમઓયુ સફળ કેટલા એમઓયુ નિષ્ફળ જાણવું છે?
Gandhinagar News : 9 વાઈબ્રન્ટ સમિટમાં કેટલા એમઓયુ સફળ કેટલા એમઓયુ નિષ્ફળ જાણવું છે?

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 4:48 PM IST

Updated : Oct 19, 2023, 6:54 PM IST

ઋષિકેશ પટેલે આપેલી માહિતી

ગાંધીનગર : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 થી ગુજરાતના આજથી પાટનગર અમદાવાદથી ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી. જેમાં કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ આવ્યા હોવાની રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે 20 વર્ષમાં થયેલા એમઓયુમાંથી 29 ટકા એમઓયુ નિષ્ફળ ગયા છે. જોકે જે એમઓયુ નિષ્ફળ ગયાં છે તે કેમ નિષ્ફળ ગયાં છે તે સંદર્ભમાં ચોકક્સ કારણ આપવા કે કઇ કંપનીના કેટલા રોકાણ અંગેના એમઓયુ કેન્સલ થયાં તે બાબતે કશું નક્કર બોલવા તૈયાર નથી. વાઈબ્રન્ટના નોડલ ઓફિસર ફક્ત કાર્યક્રમ આપે છે.

ઋષિકેશ પટેલે આપેલી માહિતી : રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં અત્યારસુધીમાં 9 વાઈબ્રન્ટ મહોત્સવમાં 1,00,4000 જેટલા એમઓયુ થયા હોવાની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે કરી હતી. આ સમયેે 71 ટકા એમઓયુ સફળ રહ્યા છે અને 29 ટકા જેટલા એમઓયુ સફળ ન રહ્યા હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ઈટીવી ભારત દ્વારા હકીકત જાણવા પ્રયાસ : નિષ્ફળ રહેલા 29 ટકા એમઓયુ કયા સેકટરના છે અને કઈ કંપનીના એમઓયુ ફેલ થયા છે તે બાબતે ઈટીવી ભારતે ઇન્ડેક્સ બી ઓફિસમાં જઈને જાણવાનો પ્રયાસ કર્યો હતો. INDEX B મેનેજિંગ ડિરેકટર ગૌરાંગ મકવાણા મળવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ મીટિંગમાં વ્યસ્ત હતાં. જ્યારે રાજ્ય સરકારે નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરેલ રાહુલ ગુપ્તાને ફોન પર સંપર્ક કરવાના પણ 2 વખત પ્રયાસ કર્યા હતાં છતાં ગુપ્તાએ ફોન ઉપાડ્યો ન હતો.

10 વાઈબ્રન્ટ સમિટનું લક્ષ્ય : ગુજરાતમાં 71 ટકા સક્સેસ રેશિયો રહ્યો હોવાનું જણાવાય છે તેમાં 9 વાઈબ્રન્ટમાં કુલ 71 ટકા એમઓયુ સફળ અને 29 ટકા એમઓયુની નિષ્ફળતા મુદ્દે સરકાર ચૂપ છે. જાન્યુઆરી 2024માં યોજાશે 10મી વાઈબ્રન્ટ સમિટ યોજાશે ત્યારે 10મી વાઈબ્રન્ટમાં 90 ટકા એમઓયુ સફળ કરવા સરકારનું આયોજન હોવાનું જણાવાયું હતું.

એક વાઈબ્રન્ટ પાછળ 100 કરોડનો ખર્ચ :રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષના સમયગાળા બાદ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિદેશી ડેલીગેશનને રોકાવાની વ્યવસ્થા ટ્રાવેલિંગની વ્યવસ્થા સમિટની વ્યવસ્થા સહિત કુલ અંદાજિત 100 કરોડ રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકારને થાય છે. ત્યારે 2024માં પણ રાજ્ય સરકાર કરોડોના ખર્ચે વાઇબ્રન્ટ કરવા જઈ રહી છે, પરંતુ જો એક કંપનીના એમઓયુ સફળ થાય તો પણ રાજ્ય સરકારનો ખર્ચ નીકળી જાય છે.

1 નવેમ્બરથી પ્રધાનોનો દેશના શહેરોમાં રોડ શો :વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી અને મુંબઈ ખાતે રોડ શો કર્યો છે. ત્યારે હવે નવેમ્બર માસથી રાજ્યકક્ષાના પ્રધાનો અને કેબિનેટ કક્ષાના પ્રધાનોને પણ દેશના અલગ અલગ શહેરોમાં રોડ શો માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 1 નવેમ્બરે હર્ષ સંઘવી કોલકત્તામાં, 2 નવેમ્બરે કનુભાઈ દેસાઈ ચેન્નઈ ખાતે, 6 નવેમ્બરે ઋષિકેશ પટેલ લખનઉ, 8 નવેમ્બરે બેંગ્લોર ખાતે રાજ્યના ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત અને ગુવાહાટીમાં 24 નવેમ્બરના રોજ મુળુભાઇ બેરા ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ વઇન્વેસ્ટર અંતર્ગત રોડ શો કરશે. આ ઉપરાંત જયપુર ઇન્દોર અને હૈદરાબાદ ખાતે પણ રોડ શો કરવાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

6 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે: વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ અંતર્ગત જાપાન ખાતે આઈએએસ વિજય નેહરાએ 13 થી 17 ઓક્ટોબર સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. ત્યાંના બિઝનેસમેન સાથે બેઠક કરીને ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ આવે તે માટે ચર્ચાઓ કરી છે. ત્યારે હવે 21 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી IAS રાહુલ ગુપ્તા જર્મની, ડેનમાર્ક અને ઈટાલીના પ્રવાસે, 24 ઓક્ટોબર થી 7 નવેમ્બર સુધી આઈએએસ જે.પી. ગુપ્તા અમેરિકા, 26 ઓકટોબર 4 નવેમ્બર સુધી આઈએએસ અંજુ શર્મા સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા, 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી IAS હરિત શુક્લા ફ્રાન્સ અને U A Eમાં અને 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી આઈએએસ અશ્વિનીકુમાર સાઉથ કોરિયા અને વિએતનામના પ્રવાસે જશે.

એમઓયુ નિષ્ફળતા બાબતે શું કહ્યું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલે : રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જાન્યુઆરી 2022માં વાઇબ્રન્ટ સમિટ આયોજન કર્યું હતું અને ગણતરીના કલાકો પહેલા જ કોરોના કેસમાં સતત વધારો થતાં રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે 13 ડિસેમ્બર 2021ના રોજ વાઇબ્રન્ટ સમિટના પ્રિ વાઈબ્રન્ટ એમઓયુ દરમિયાન જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને ટકોર કરીને એક મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં તમે જે એમઓયુ કર્યા છે તે વહેલામાં વહેલી તકે ઝડપી નિર્માણ પામે તે બાબતનું આયોજન કરવું. આ ઉપરાંત જો કોઈ પણ સમસ્યા આવે તો તે સમસ્યાઓ બાબતે સીધી સરકારમાં ફરિયાદ કરજો અથવા તો સરકારને જાણ કરજો. અમે તમામ સમસ્યાઓનું નિરાકરણ કરીશું, પણ જો તમે અમને જ કોઈ સમસ્યાઓની જાણ નહીં કરો અને ઉદ્યોગો શરૂ ન કરો તો તેમાં સરકારને દોષ આપતા નહીં.

Vibrant Gujarat Vibrant Kutch : 139 એમએસએમઈ એકમો સાથે 3370 કરોડના એમઓયુ સાઈન, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ સમિટ શરુ

Patan News: હેમચંદ્રાચાર્ય યુનિ. અને સાપ્તિ સંસ્થા વચ્ચે MOU, વિદ્યાર્થીઓ શીખી શકશે સ્ટોન કાર્વિંગ

Vehicle Scrapping Policy : વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાં વટાણા વેરાયા ? સ્ક્રેપ યાર્ડ માટે MOU કરનાર કંપનીઓ રૂખ બદલ્યો

Last Updated : Oct 19, 2023, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details