ગાંધીનગર : રીંછ વસ્તી ગણતરી 2022માં ગુજરાતમાં રીંછ વસ્તી ગણતરીના આંકડાઓ વિશે વિગતે જોઇએ તો વર્ષ 2022ની સ્થિતિએ અંદાજે 358 રીંછ નોંધાયા છે. જે અગાઉની વસ્તી ગણતરી કરતા રીંછની વસ્તીમાં સરેરાશ પાંચ ટકાનો વધારો દર્શાવી રહ્યાં છે.જેમાં સૌંથી વધુ 146 રીંછ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયા છે.
રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી: ગુજરાતના વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી 2022 મુજબ ગુજરાતના સાત જિલ્લાઓમાં વર્ષ 2022ની સ્થિતિએ અંદાજે 358 રીંછની વસ્તી નોંધાઇ છે. રાજ્યમાં દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે જેના ભાગરૂપે મે 2016માં છેલ્લી ગણતરી કરવામાં આવી હતી. અગાઉની વસ્તી ગણતરી કરતા રીંછની વસ્તીમાં સરેરાશ પાંચ ટકા જેટલો વધારો થયો છે તેમઅગ્ર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર દ્વારા સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
કયા જિલ્લામાં કેટલા રીંછ: ગુજરાતમાં વર્ષ 2022માં યોજાયેલી રીંછની વસ્તી ગણતરીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 146 રીંછની સંખ્યા નોંધાઇ છે. જ્યારે દાહોદ જિલ્લામાં 101, છોટાઉદેપુરમાં 61, સાબરકાંઠામાં 30, મહેસાણામાં 09, પંચમહાલમાં 06 અને નર્મદા જિલ્લામાં 05 એમ કુલ 358 રીંછની વસ્તી નોંધાઇ છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ નિરીક્ષણ પદ્ધતિ : ગુજરાત વિવિધ વન્ય પ્રાણીઓથી સમૃદ્ધ રાજ્ય છે. વન્ય પ્રાણી વસ્તીમાં વધારો કે ઘટાડો થાય છે તે અંગે વ્યવસ્થાપનના ભાગરૂપે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે રીંછની ગણતરી કરવામાં આવે છે. રીંછની વસ્તીનો અંદાજ અગાઉ મે-૨૦૧૬માં કરવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ 2022માં સમગ્ર ગુજરાતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ નિરીક્ષણ પદ્ધતિથી રીંછની વસ્તીનો અંદાજ હાથ ધરવામાં આવ્યો હતો. આ સમગ્ર માહિતીના સંકલન તેમજ પૃથ્થકરણને અંતે રાજ્યમાં રીંછની કુલ વસ્તી 358 અંદાજવામાં આવી છે તેમ મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર દ્વારા વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.
- અહલાદક આબુ, ઝરણા વહી ગયા રીંછ ફેમિલી સાથે ફરવા નીકળ્યું
- ગરમીથી ત્રસ્ત રીંછને પાણી મળતા જ કરી ધમાલ, જૂઓ વીડિયો
- રસ્તાઓમાં ખુલેઆમ ફરતા જોવા મળ્યા રીંછ