સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં ગાંધીનગર : ચીનમાં કોરોનાના નવા વેરીયન્ટ JN1 એ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ નવા વેરીએન્ટ ભારત દેશમાં પણ પ્રવેશી ચૂક્યો છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 27 ડિસેમ્બરના રોજ યોજાયેલ કેબિનેટ બેઠકમાં નવા કોરોના વેરિયન્ટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરકારે જૂની ગાઈડલાઇન્સનો અમલ કરવા માટેની ટકોર રાજ્યની જનતાને કરી છે, પણ સરકારે કોઈ સત્તાવાર નવી ગાઈડલાઇન્સની જાહેરાત નથી કરી.
ગુજરાતમાં તમામ પોઝિટિવ કેસના જીનોમ : બેઠકમાં ચર્ચા થયા બાદ રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર માસમાં ગુજરાતમાં કુલ 8426 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 99 કેસ પોઝિટિવ સામે આવ્યા હતા ત્યારે ગુજરાતમાં હવે તમામ પોઝિટિવ કેસોના જીનોન સિક્વન્સ કરવામાં આવી રહ્યા છે અને ગુજરાતની કેપેસિટી પ્રતિ દિવસે 4,000 જેટલા કેસને જીનોમ સિકવન્સ કેપેસિટી છે, ત્યારે હાલમાં જેટલા જીનોમ સિકવન્સ કરવામાં આવી રહ્યા છે તે તમામ ટેસ્ટનું પરિણામ દિલ્હી મોકલવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં 36 JN1ના કેસ, ફક્ત 2 દર્દી હોસ્પિટલમાં : રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરી હતી કે ગુજરાતમાં હાલમાં નવા વેરીએન્ટના કુલ 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 22 દર્દીઓ હોમ આઈસોલેસનમાં રહીને જ રિકવર થયા છે અને પોઝિટિવ રેટ ખૂબ જ નીચો છે. જ્યારે હાલમાં ફક્ત બે જ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને અમદાવાદમાં જે કોરોનાથી મૃત્યુ થયું હતું તેમાં દર્દીની ઉંમર 82 વર્ષ હતી અને મલ્ટી ઓર્ગન ફેલ થઈ ગયા હોવાનું પણ એક કારણ સામે આવ્યું છે.
કેન્દ્ર સરકાર ગાઈડલાઇન્સ બહાર પાડશે તો લાગુ થશે : જાન્યુઆરીની 9 10 અને 11 તારીખના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટેશન સમીટની શરૂઆત થઈ રહી છે. ત્યારે દેશ વિદેશથી ડેલિકેટ અને મહેમાન ગુજરાતમાં આયોજિત વાઇબ્રન્ટ મહોત્સવમાં હાજરી આપશે. આ દરમિયાન કોરોના વિદેશથી ગુજરાતમાં પ્રવેશે નહીં તે બાબતના પ્રશ્નના જવાબમાં પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. હાલમાં કેન્દ્ર સરકાર જો એરપોર્ટ માટે કોઈપણ પ્રકારની ગાઈડલાઇન્સ બહાર પાડશે તો ગુજરાતના એરપોર્ટ ઉપર પણ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે નવા કોરોના વાઈરસના કારણે વાઇબ્રન્ટને નુકસાન નહીં થાય. જ્યારે એરપોર્ટ ઉપર પણ અમુક લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવાની જાહેરાત પણ ઋષિકેશ પટેલે કરી છે.
- Covid 19 case: અમદાવાદ શહેરમાં વધુ કોરોનાના નવા 6 કેસ નોંધાયા, શહેરમાં કુલ 18 કેસ એક્ટિવ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં, આટલી હોસ્પિટલોમાં થઇ આરટીપીસીઆર ટેસ્ટીંગની શરૂઆત