ગાંધીનગર: જિલ્લામાં ગેરકાયદેસર રીતે માટી વહન કરતા વાહનો ઉપર ભૂસ્તર વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ સાબરમતી નદીમાં રેતી ચોરી કરતા માફિયાઓને ડ્રોન કેમેરા દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.
ગાંધીનગર ભૂસ્તર વિભાગની ટીમનો સપાટો, 5 વાહનો સહિત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત - મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર શહેર અને જિલ્લામાં ભૂસ્તર વિભાગની ટીમ સપાટો બોલાવી રહી છે. કલોલ તાલુકામાં આવેલા ધાનૉટ ગામમાં તળાવમાંથી ગેરકાયદેસર સાદી માટીની ચોરી કરી લઇ જતા અને પેથાપુર, બોરીજ પાસેથી રોયલ્ટી પાસ વિના ઘરેથી લઈ જતા પાંચ વાહનો સહિત 1.5 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
ગાંધીનગર ભૂસ્તર વિભાગની ટીમનો સપાટો, 5 વાહનો સહિત 1.5 કરોડનો મુદ્દામાલ પકડ્યો
કલોલ તાલુકાના ધાનોટ ગામના તળાવના સર્વે નંબરમાથી તદ્દન બિન-અધિકૃત રીતે સાદીમાટીનુ ખનન કરી સરકારમા રોયલ્ટી ચુકવ્યા વિના ગેરકાયદેસર પ્રવૃતિ કરતા 02 ટ્રક, 01 જે.સી.બી. તેમજ 01 ટાટા હિટાચી મશીન સહિત 04 વાહનનો 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Jun 18, 2020, 8:46 AM IST