ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મહિના પહેલાં ડોક્ટર રાજેન્દ્ર ચૌહાણ આરએમઓ તરીકે નિવૃત્ત થતાં જગ્યા ખાલી પડી હતી. જેમાં ડોક્ટર સુધાબેનને ખુરશી સોંપવામાં આવી હતી. પરંતુ હવે આ ત્રણ જ મહિનામાં તેમની પાસેથી ખુરશી ખેંચી લેવામાં આવી રહી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર દેવાંગ શાહને ઓર્ડર આપવામાં આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલનું રાજકારણ ગરમાયું છે.
લો, નિતીન પટેલ જ અંધારામાં, જે તબીબને ગાંધીનગર ભૂલી જવાનું કહ્યું હતું તે જ સિવિલના RMO બન્યાં - CMO
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી પડી હતી. જેમાં થોડાસમય પહેલાં જ મહિલા તબીબને ચાર્જ આપવામાં આવ્યો છે. પરંતુ હવે આ જગ્યાને લઇને રાજકારણ ગરમાઈ ગયું છે. એકસમયે રાજ્યના આરોગ્યપ્રધાન નીતિન પટેલે જે તબીબને કહ્યું હતું કે, તમારે હવે ગાંધીનગર ભૂલી જવાનું તે જ તબીબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ તરીકે નિમણૂક પામ્યાં છે.
ડોક્ટર દેવાંગ શાહ સહિત અન્ય બે તબીબો દ્વારા વર્ષ 2001માં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જેમાં શિક્ષા સ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં બદલી કરી દેવામાં આવી હતી. જેની સાથે અન્ય બે તબીબની પણ સંડોવણી હતી તેમને પણ શિક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ ખાતાકીય તપાસ ચાલી રહી હતી પરંતુ તે કેટલે પહોંચી છે હવે કહેવું મુશ્કેલ છે તે સમયે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, હવે કોઈ દિવસ ગાંધીનગરમાં નોકરી ભૂલી જવાની. ત્યારબાદ થોડાક સમય માટે આરોગ્ય પ્રધાન તરીકે શંકર ચૌધરી આવ્યાં હતાં અને તેમની પાસે સ્વતંત્ર હવાલો હતો તે સમયે ડોક્ટર શાહે ગાંધીનગરમાં પ્રવેશ કરી લીધો હતો.