ગુજરાત

gujarat

By

Published : Jul 12, 2023, 7:17 AM IST

ETV Bharat / state

Gandhinagar News: આજે કેબિનેટ બેઠક, પાક નુકસાનની સહાય તેમજ લોકસભાની ચૂંટણીને લઈને કાર્યક્રમો અંગે થઈ શકે ચર્ચા

આજે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. બેઠકમાં વરસાદના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા લોકાર્પણના કામોના આયોજન અંગે ચર્ચા કરાશે.

Etv Bharat
Etv Bharat

ગાંધીનગર: આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. વરસાદી સીઝનમાં અનેક જિલ્લા અને તાલુકામાં રોડ રસ્તાઓને નુકશાન થયું છે. જેથી કેબિનેટ બેઠકમાં રોડ રસ્તા, પાણીની પરિસ્થિતિ, આવનારા દિવસોમાં G20 બેઠકો બાબતે ચર્ચા કરવામાં આવશે.

રોડ રસ્તાની પરિસ્થિતિની સમીક્ષા: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ અને બીજા તબક્કામાં ભારે વરસાદના કારણે અનેક કિલોમીટરના રોડ રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં વરસાદના કારણે કેટલા કિલોમીટરના રોડ રસ્તાઓ તૂટ્યા છે. તે બાબતે કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

પાક સહાય માટે સૂચના: રાજ્યના દરિયા કિનારે આવેલ બિપરજોય વાવાઝોડાને પગલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે નુકશાન થયું છે. જ્યારે 10 જિલ્લામાં બાગાયતી પાકમાં નુકશાન થયું છે. એ સમગ્ર બાબતે રાજ્ય સરકાર દ્વારા 300થી 400 કરોડ રૂપિયાનું સહાય પેકેજ તૈયાર કર્યું છે. એ સમગ્ર બાબતે કૃષિ વિભાગ દ્વારા સહાય મંજુર કરવામાં આવી છે. પણ નાણાં વિભાગમાં ફાઇલ મંજુરીમાં બાકી છે. ત્યારે તાત્કાલિક ધોરણે પાક સહાય ચૂકવવા માટેની સૂચના આપવામાં આવશે.

લોકાર્પણના કાર્યક્રમ બાબતે આયોજન: લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ છે. સરકાર અને સંગઠન દ્વારા લોકસભા વિસ્તારોમાં ચૂંટણી લક્ષી બેઠકો અને સભાઓ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પહેલા લોકાર્પણના કામોને જાહેર જનતાને ઉપયોગી એવા કામોના લોકાર્પણ તૈયાર કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને આપવામાં આવશે જેથી લોકસભાની ચૂંટણીમાં સરકારની કામગીરીને લોકોની સમક્ષ મુકવામાં આવશે.

  1. Gandhinagar News : ગુજરાત સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય, 45 કરોડની નવી યોજના જાહેર કરી
  2. Gandhinagar News : રાજ્યસભા ચૂંટણીને લઇ અમિત ચાવડાનું નિવેદન, મોવડીમંડળ સાથે બેઠક કરી અંતિમ નિર્ણય લઇશું

ABOUT THE AUTHOR

...view details