ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Bjp Cpr Training: સમગ્ર ગુજરાતના BJP કાર્યકર્તાઓને CPR ટ્રેનિંગ આપવામાં આવશે - Gujarat Bjp Cpr Training

ભારતીય જનતા પાર્ટી દ્વારા CPR ટ્રેનિંગ યોજવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છે. જેનો મુખ્ય હેતુ ઇમર્જેંસી માં લોકોને મદદરૂપ થવાનો છે.

From April, CPR training will be given to BJP workers across Gujarat
From April, CPR training will be given to BJP workers across Gujarat

By

Published : Apr 2, 2023, 7:52 AM IST

ગુજરાતના BJP કાર્યકર્તાઓને CPR ટ્રેનિંગ

ગાંધીનગર- ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓનું CPR ટ્રેનિંગ અભિયાન યોજવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયાને સંબોધન દરમ્યાન CPR ટ્રેનિંગ યોજવાનો મૂળ હેતુ અને કાર્યકર્તાઓના કાર્યભાર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા CPR ટ્રેનિંગ: ડો. ધર્મેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા CPR ટ્રેનિંગ યોજવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના 100 થી વધુ કાર્યકર્તાઓ ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છે. જેનો મુખ્ય હેતુ ઇમર્જેંસી માં લોકોને મદદરૂપ થવાનો છે. જોકે હાલમાં કોરોના જેવી મહામારી બાદ સામાન્ય દેખાતા લોકોમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ જોવા મળી રહી છે .જે કોરોના ઇફેકટના કારણે થઈ રહ્યું હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. આવી પરિસ્થિતિને ધ્યાને લઈ ભારતીય જનતા પાર્ટી હવે એક ટ્રેનિંગ સાથે યુથ ઉભુ કરી હાર્ટએટેક જેવી પરિસ્થિતિમાં મદદરૂપ બની શકાય તે માટે CPR ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહી છે.

ગુજરાતની 38 કોલેજોમાં ટ્રેનિંગ: હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવશે. જેનો આરંભ ગુજરાતની 38 કોલેજોમાં કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની ૩૮ કોલેજોમાં સવારે ૯ કલાકથી સાંજના ૬ કલાક સુધી કાર્યકર્તાઓને CPR ટ્રેનિંગ આપવામાં આવશે. અને દરેક મેડિકલ કોલેજમાં મેડિકયુન ઉપર કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ બાદ દરેક કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ISI સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જો કે આ કાર્યક્રમમાં વધુને વધુ કાર્યકર્તાઓનો સમાવેશ કરવા દર મહિને કે બે મહિને CPR ટ્રેનિંગ અભિયાન યોજવામાં આવશે.

MLA Umesh Makwana: AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાને જાનથી મારી નાખવાનો ધમકીભર્યો પત્ર મળ્યો

પાર્ટી હાલ પણ લોકોની પડખે:જોકે બીજી તરફ પ્રેસ કોંફરન્સમાં ઉપસ્થિત મહામંત્રી રજની ભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીઓ માત્ર રાજકારણ રમતી હોય છે. જેઓ ચૂંટણી હોય ત્યારે જ જોવા મળે છે, જેમાં મોરબી બ્રિજ ઘટના હોય, કચ્છ ભૂકંપની ઘટના હોય, કે કોઈ અન્ય કુદરતી પ્રકોપ, આવી પરિસ્થિતિમાં જ પાર્ટીઓ માત્ર રાજનીતિ કરવા પહોંચી જાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી હાલ પણ લોકોની પડખે છે, જેમાં CPR ટ્રેનિંગ દ્વારા લોકોને મદદ કરવાની પહેલ કરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ CPR ટ્રેનીંગ લેવા જશે ત્યારે વિશ્વ રેકોર્ડ બનશે અને આ કાર્યક્રમ જનજાગરણનો કાર્યક્રમ છે જેમાં હાલ માત્ર બીજેપી કાર્યકર્તાઓ જ ટ્રેનિંગ લેશે. જ્યારે આવનાર સમયમાં સંખ્યા વધારવામાં આવશે.

Gujarat Congress News : ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ શૃંખલા યોજાશે, પ્રાણ પ્રશ્નોને કરશે ઉજાગર

પાર્ટી લોકો પ્રત્યે સજાગ બની:કોરોનાની મહામારી સમયે તાત્કાલિક અટેક આવવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો પ્રત્યે સજાગ બની છે અને કાર્યકર્તાઓને લોકસેવાના કામમાં જોડી લોક હિતની નવી શરૂઆત કરી છે, ત્યારે સામાન્ય માણસને ટ્રેનિંગ આપવાથી તે તાત્કાલિક આવી ઘટનામાં મદદ રૂપ થઈ શકશે. જેનાથી લોકોને મેડિકલ લાભ મળશે તેવા શુભ આશયથી રાજ્યના અધ્યક્ષ પાટીલ અને મુખ્યમંત્રી સુરત અને અમદાવાદમાં ઉપસ્થિત આ કાર્યક્રમની શરૂઆત કરશે. Cpr ટ્રેનીંગમાં ધારાસભ્ય, MP અને કાર્યકર્તાઓ હાજર રહેશે. જોકે અત્યારે આ ટ્રેનિંગ હશે તે માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓઓને આપવાના છે.

ABOUT THE AUTHOR

...view details