ગાંધીનગર શહેરના સેક્ટર-19માં આવેલા પૂર્વ IPS ડી.જી વણઝારાના પરિવારના સભ્યોના ચહેરા પર ખુશીની લાલી જોવા મળતી હતી. જ્યારે સમર્થકો દ્વારા ઢોલ-નગારા વગાડી ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને 'વણઝારા સાહેબ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે' ના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી. આ ક્ષણે ડી.જી.વણઝારાએ કહ્યું હતુ કે, આજે અમારી સાથે ન્યાય થયો છે અત્યાર સુધી પોલીસ સાથે અન્યાય થતો હતો. જે એકાઉન્ટર કરવામાં આવ્યા હતા, તે ફરજના ભાગરૂપે કરાયા હતા.
પૂર્વ IPS વણઝારા એન્કાઉન્ટર કેસમાં દોષમુક્ત, નિવાસ સ્થાને ઢોલ-નગારા વાગ્યા - D. G. Vanazara
ગાંધીનગરઃ રાજ્યમાં ચકચાર મચાવનાર તુલસી પ્રજાપતિ અને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડી.જી વણઝારાને કોર્ટે રાહત આપતા દોષમુક્ત કર્યો છે. ત્યારે વણઝારાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ઢોલ નગારા વાગાડી તેમના સમર્થકો દ્વારા મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવ્યુ હતું. વણઝારાને આ કેસમાં રાહત મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વણઝારાના નિવાસ સ્થાને ઢોલ-નગારા વાગ્યા
તેમણે વધુમા કહ્યું કે, "8 વર્ષ હું જેલમાં રહ્યો છું અને એક વર્ષ ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં રહ્યો છું, પરંતુ કહેવત છે 'ભગવાનના ત્યાં દેર છે અંધેર નહીં' મેં જે ભગવાન પર વિશ્વાસ રાખ્યો હતો તે આજે ચરિતાર્થ થયો છે." વણઝારાએ પણ પોતાની ઉપર લાગેલા આરોપમુક્ત થતા ખુશી વ્યક્ત કરી હતી.