- પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના નિવાસ સ્થાનેથી નીકળશે અંતિમ યાત્રા
- કોંગ્રેસ ભવન લઇ જવાશે માધવસિંહનો પાર્થિવ દેહ
- અમદાવાદ ખાતે કરાશે અંતિમ સંસ્કાર
ગાંધીનગરઃ માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી બપોરે વિદેશથી પરત ફર્યા બાદ બપોરના અંતિમ સંસ્કાર વાહનમાં તેમના નિવાસસ્થાનેથી ઇન્દ્રોડા સર્કલ, કોબા સર્કલ ,વિસત સર્કલ થઈ આશ્રમ રોડથી તેમના નશ્વર દેહને કોંગ્રેસ ભવન લઈ જવાશે. જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. ત્યારબાદ વી.એસ હોસ્પિટલની પાછળ તેમના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
માધવસિંહ પીઢ અને અનુભવી નેતા હતા