દહેગામના ધારાસભ્ય શાહિદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ બીમાર લોકોના ઘરે જઈને તેમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કર્યો હતો. ધારીસણા ગામ અને આજુબાજુનો 8 કિલોમીટર વિસ્તારને જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાએ એક જાહેરનામું બહાર પાડીને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે પત્રથી જાણ કરવામાં હતી.
દહેગામનું ધારીસણા ગામ બન્યું કોલેરાગ્રસ્ત, આસપાસનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો - PRAJAPATI DILIP
ગાંધીનગર : દહેગામ તાલુકામાં આવેલું ધારીસણા ગામમાં છેલ્લા ચાર દિવસથી ઘરે-ઘરે લોકો બીમાર પડી રહ્યાં હતા. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં તપાસ કરવામાં આવતા 8 જેટલી પાણીની પાઇપના લીકેજ મળી આવી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારને ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે યોગ્ય વિચારણા લઇને એપીડેમીક ડીસીઝ એક્ટ-1987ની કલમ-2 અન્વયે કોલેરા રેગ્યુલેશનના મુંબઇ સરકારના એકસ્ટ્રા ઓર્ડીનરી ભાગ 4માં પ્રસિદ્ધ થયેલું છે. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે દહેગામ મામલતદારની નિમણુંક કરવામાં આવી હોવાનું પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામું પ્રસિધ્ધ તારીખથી ત્રણ માસ સુધી અમલમાં રહેશે તેવી પણ સ્પષ્ટતા જાહેરનામાં કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઠ જેટલી પાણીની પાઈપલાઈનના લીકેજ મળી આવ્યા હતા, જેના કારણે ગામમાં 70 જેટલા લોકો કોલેરાનો ભોગ બન્યા હતા. પરિણામે રવિવારે ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરતા ગામમાં ત્રણ મહિના સુધી પાર્લર, પાણીપુરી, ખાણીપીણી, કોલ્ડ્રીંક્સ સહીતની રોગચાળો ફેલાવે તેવી તમામ વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર, ટીડીઓ સહિતના અધિકારીઓએ બીમાર લોકોના ઘરે જઈને ખબર જાણ્યા હતા.