ગુજરાત

gujarat

ETV Bharat / state

ગત ચોવીસ કલાકમાં રાજ્યના 20 જિલ્લામાં કોરોનાના 511 કેસ, 29 દર્દીના મોત - ગાંધીનગર કોરોના કેસ

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સત્તત વધી રહ્યા છે. ત્યારે ગત ચોવીસ કલાકમાં રાજ્યના 20 જિલ્લામાં કોરોનાના 511 કેસ નોંધાયા છે. તો 29 દર્દીના મોત થયા છે.

રાજ્યના 20 જિલ્લામાં કોરોનાના 511 કેસ, 20 દર્દીના મોત
રાજ્યના 20 જિલ્લામાં કોરોનાના 511 કેસ, 20 દર્દીના મોત

By

Published : Jun 14, 2020, 9:10 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 511 કેસ સામે આવ્યા છે. જ્યારે રવિવારે જાહેર કરેલા આંકડામાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 29 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 23590 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી માત્ર 442 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યના 20 જિલ્લામાં કોરોનાના 511 કેસ, 20 દર્દીના મોત
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં મહારાષ્ટ્રથી બીજા નંબરે છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 334, સુરત 76, વડોદરામાં 42, સુરેન્દ્રનગર 9, ગાંધીનગર 8, અરવલ્લી, ભરૂચ 6-6, ભાવનગર, મહીસાગર, આણંદ, અમરેલી, 3-3, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ખેડા, 2-2, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, બોટાદ, નર્મદામા 1-1 કેસ સામે આવ્યો છે.

અન્ય રાજ્યમાંથી આવેલા 5 કેસ સામે આવ્યાં છે. જ્યારે 66 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1478 લોકોના મોત થયાં છે. જ્યારે રાજ્યના અમદાવાદમાં સૌથી વધું 16640 કેસ થયા છે.

ABOUT THE AUTHOR

...view details