ફાયરિંગ વીડિયો મારી પ્રસિદ્ધિ માટે નથી, હું ફાયરિંગ કરતા શીખું છું : લલિત વસોયા - એમએલએ લલિત વસોયા
રાજકોટના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તેઓ ગોંડલના ભુવનેશ્વરી આશ્રમમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યાં હોવાનું નિવેદન ખુદ લલિત વસોયાએ ETV ભારત સાથે વાતચીત કરતાં આપ્યું હતું..
ફાયરિંગ વિડીયો બબાલ વિશે લલિત વસોયાનો ખુલાસો
ગાંધીનગર : સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફાયરિંગના વિડીયો બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે તેઓ ગોંડલ પાસે આવેલા ભુવનેશ્વરી આશ્રમમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરવા માટે છેલ્લા દસ દિવસથી જાય છે. જેમાં તેઓના મિત્રે જ તેમનો વિડીયો ઉતાર્યો હતો અને ત્યાર બાદ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. પરંતુ આ વાતની જાણ થતાં જ મિત્રને ઠપકો આપીને સોશિયલ મીડિયામાંથી વિડીયો ડીલીટ કરવામાં પણ આવ્યો છે.