ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારનો નિર્ણય, વાયુ વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર અપાશે - GDR

ગાંઘીનગરઃ ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડુ ત્રાટકવાનુ હતુ, પરંતુ સદનસીબે વાયુ વાવાઝોડુ દરિયામાં સમાઇ ગયુ છે. પરંતુ રાજ્યના કોસ્ટલ વિસ્તારની પાસે વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેને કારણે થોડું ઘણું નુકશાન થયુ હોવાનુ સામે આવ્યુ હતુ. વાયુ વાવાઝોડાને કારણે ખેડૂતોને નુકસાન થવા બદલ રાજ્ય સરકારે સર્વે કરવાનો હુકમ આપ્યો છે. આમ સર્વે થયા બાદ રાજ્ય સરકાર ખેડૂતોને યોગ્ય વળતરની સહાય આપશે.

ફાઇલ ફોટો

By

Published : Jun 18, 2019, 7:42 PM IST

Updated : Jun 18, 2019, 10:36 PM IST

ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડાને કારણે તંત્રએ હાઇએલર્ટ જાહેર કર્યુ હતુ. જ્યારે વાયુ વાવાઝોડાની અસર રાજ્યના દરિયા કિનારાની આસપાસ વધુ જોવા મળી હતી. ત્યારે આ વાવાઝોડમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાની રાજ્યમાં ફરિયાદ આવતી હતી. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના નુકસાનની સર્વે કરવાનુ સુચન તમામ અધિકારીઓને આપી દેવામાં આવી છે. મંગળવારે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં કૃષીપ્રધાન આર.સી.ફળદુએ તમામ અધિકારીઓને ખેડૂતોના નુકસાન અંગેનો સર્વે કરવાનુ સુચન આપવામાં આવ્યુ છે.

સોરાષ્ટ્રના કુલ 10 જિલ્લામાં વાવાઝોડાને કારણે ખેતરમાં અસર થઇ હતી. જેનો તમામનો સર્વે કરવામાં આવશે, જ્યારે બાગાયત અને સિઝનેબલ તમામ ખેતીનો સર્વે કરવામાં આવશે. આમ સર્વે થયા બાદ રાજ્ય સરકાર ખેડૂતોને યોગ્ય વળતરની ચૂંકવણી કરશે.

Last Updated : Jun 18, 2019, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details