ગાંધીનગર: રાજ્યમાં લોકડાઉન-4માં કેટલીક શરતો અને નિયમોને આધિન આપેલી વ્યાપક છૂટ્ટછાટોને પરિણામે જનજીવન ઝડપભેર થાળે પડી રહ્યું છે. રાજ્યના માર્કેટયાર્ડ પણ ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિઓથી ધમધમતા થયા છે. કોવિડ-19ની વિશ્વવ્યાપી મહામારી સાથે રાજ્યની 142 એ.પી.એમ.સી.માં 84.36 લાખ ક્વિન્ટલ અનાજ અને ખાદ્યનું વેચાણ કરવામાં આવ્યું છે.
લોકડાઉનમાં રાજ્યના 142 માર્કેટયાર્ડમાં 84.36 લાખ ક્વિન્ટલ માલ વેચાણ માટે આવ્યો - ગુજરાત લોકડાઉન
રાજ્યના માર્કેટયાર્ડ પણ ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિઓથી ધમધમતા થયા છે. કોવિડ-19ની વિશ્વવ્યાપી મહામારી સાથે રાજ્યની 142 એ.પી.એમ.સી.માં 84.36 લાખ ક્વિન્ટલ અનાજ અને ખાદ્યનું વેચાણ કરવામાં આવ્યું છે.
રાજ્યના ખેડૂતોને ખેતપેદાશોને લોકડાઉનના કારણે વેચાણમાં વિપરીત અસર ન પડે તે હેતુથી રાજ્યના માર્કેટયાર્ડ 15 એપ્રિલથી કાર્યરત કરવાની અનુમતિ આપી હતી. તબક્કાવાર માર્કેટયાર્ડ શરૂ થતાં રાજ્યના ખેડૂતોને પોતાની ઉપજના વેચાણના પોષણક્ષમ ભાવ આ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદન વેચાણથી મળતા થયા છે. સીએમના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં 30મી મે સુધીમાં કુલ 84,36,417 ક્વિન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યાં છે.
આ અનાજમાં 23,33,648, ક્વિન્ટલ ઘઉં, 18,25,405 ક્વિન્ટલ એરંડા, 4,43,412 ક્વિન્ટલ કપાસ તેમજ 2,99,880 ક્વિન્ટલ તમાકુ અને 3,39,263 ક્વિન્ટલ ચણા મુખ્યત્વે ખેત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણની પ્રક્રિયા દરમિયાન કોરોના સંક્રમણ નિયંત્રણ સુરક્ષા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનીટાઈઝરનો ઉપયોગ તેમજ માર્કેટયાર્ડમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગની પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.