30 મૃતકોના સંબંધી વિરૂદ્ધ દહેગામ પોલીસે ગુનો નોંધ્યો ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતમાં લાખો નાગરિકો મૃત્યુ પામ્યા હતા. કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 50000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. દહેગામમાં 30 મૃતકોના પરિવારોએ ખોટી રીતે સરકારની સહાય મેળવવાનો પર્દાફાશ થયો છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ...
મરણોપરાંત સહાયનું કૌભાંડઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં કોરોનાની ખોટી સહાય મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં દહેગામના નાયબ મામલતદાર કૌશલ ચૌધરીએ આ અંગેની લેખિત ફરિયાદ કરી છે કે ખોટા દસ્તાવેજ બનાવીને મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા. મામલતદાર કચેરીએ આ દસ્તાવેજોને આધારે મૃતકોના પરિવારને 50,000ની સહાય ચૂકવી દીધી હતી.જનયુઆરી-ફેબ્રુઆરીમાં તલોદ પોલીસ સ્ટેશનમાં આવી જ એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસ તપાસમાં દહેગામ કનેશન ખુલ્યું છે. જેથી દહેગામ તપાસ કરતા 30 મૃતકોના સ્વજનોએ અધિકારીઓના ખોટા સહી સિક્કા કરીને સહાય મેળવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
દહેગામના નાયબ મામલતદાર કૌશલ ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેમાં દહેગામ તાલુકાના અલગ અલગ 30 જેટલા લોકોએ ખોટી સરકારી મરણોપરાંત સહાય મેળવવાની ફરિયાદ કરી છે. સગા સંબંધી કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેવા ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હતા.જેના આધારે સરકારી સહાય મેળવી હતી...ભરત ગોયલ (PI, દહેગામ પોલીસ સ્ટશન)
મેડિકલ ઓફિસરના ખોટા સહી સિક્કા કર્યાઃઆરોપીઓએ પોતાના સગા સંબંધીના મોતનું કારણ કોરોના દર્શાવ્યું હતું. સણોદા પીએચસીના મેડિકલ ઓફિસર ડોકટર અંકિત શાહના ખોટા સહી સિક્કા કરીને ખોટા પ્રમાણપત્ર બનાવ્યા હતા. ત્યારબાદ દહેગામ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરીને સરકારમાંથી 50,000 રૂપિયાની સહાય પોતાના બેંક ખાતામાં મેળવી હતી. જ્યારે આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ એકબીજાની મદદ કરી હતી. તલોદ બાદ દહેગામ મામલતદાર કચેરીમાં ક્રોસ વેરિફિકેશન કરતા આ તમામ દસ્તાવેજ ખોટા હોવાનું સામે આવ્યું હતું. કુલ 30 લોકોએ સરકારની ખોટી સહાય મેળવી હોવાનું સામે આવ્યું છે.
- Bharuch Crime News : સરકારી સંપત્તિની ચોરી કરનાર પંજાબી ગેંગના સાગરિતો ઝડપાયા
- Banaskantha Local Issue : સરકારી સુવિધાનો લાભ લેવો કેમ અઘરો ? ડીસાના ખેડૂતોમાં રોષ