- લોકડાઉન અને અનલોકની પ્રક્રિયામાં રિસોર્ટસ અને વોટરપાર્ક બંધ
- મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલ કોર-કમિટીમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા
- હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ
ગાંધીનગર :રાજ્યમાં લોકડાઉન અને અનલોકની પ્રક્રિયામાં રિસોર્ટસ અને વોટરપાર્ક બંધ હાલતમાં છે. ત્યારે ગઇકાલે સોમવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કોર-કમિટીમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ અને વીજ બિલમાં ફિક્સ ચાર્જથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો : કોવિડ ડ્યૂટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા શિક્ષક યુનિયને કરી માગ
એક વર્ષ માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથીમુક્તિ
1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી એક વર્ષ માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથીમુક્તિ અને વીજબિલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.