ગુજરાત

gujarat

ETV Bharat / state

EVM સેન્ટરમાં ફાયર એલાર્મ રણકયું, ગાંધીનગર ચૂંટણી તંત્રના અધિકારીઓની દોડધામ બાદ જાણવા મળ્યું કે - ઇવીએમ મશીન સ્ટ્રોંગ રૂમ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) ની ચૂંટણી પંચ ( Election Commission) દ્વારા ગતિવિધિઓ શરુ થઇ છે. ત્યારે ગાંધીનગરના વાવોલમાં ( Vavol Gandhinagar ) ચૂંટણી અધિકારીઓના ( Election Officers in Gandhinagar ) ઘડીક જીવ ઊંચા કરી દે એવી ઘટના ઈવીએમને ( EVM Center alarm ) લઇને બની હતી. જોકે તપાસના અંતે સૌ સારાવાનાં થયાં હતાં.

EVM સેન્ટરમાં ફાયર એલાર્મ રણકયું, ગાંધીનગર ચૂંટણી તંત્રના અધિકારીઓની દોડધામ બાદ જાણવા મળ્યું કે
EVM સેન્ટરમાં ફાયર એલાર્મ રણકયું, ગાંધીનગર ચૂંટણી તંત્રના અધિકારીઓની દોડધામ બાદ જાણવા મળ્યું કે

By

Published : Nov 4, 2022, 5:14 PM IST

ગાંધીનગરદર વખતે ચૂંટણી દરમિયાન EVM મશીન (EVM Machine ) પર રાજકીય પક્ષો આક્ષેપ કરે છે ત્યારે આ ઘટના કંઇ બીજું ચિત્ર રજૂ કરૂ રહી છે. હજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ની જાહેરાતના 24 કલાક પણ પુરા થયા ન હતા, તે પહેલાં જ ગાંધીનગર વાવોલ ગામે( Vavol Gandhinagar ) EVM સેન્ટર પર ઇમરજન્સી એલાર્મ ( EVM Center alarm ) વાગતા જિલ્લા તંત્ર દોડતું થયું હતું.

ઘડીક જીવ ઊંચા કરી દે એવી ઘટના

શું બની ઘટના ઘટના બાબતે ગાંધીનગર જિલ્લાના ચૂંટણી અધિકારી યોગીરાજસિંહે ( Election Officers in Gandhinagar )જણાવ્યું હતું કે ગાંધીનગરના વાવોલ ( Vavol Gandhinagar )ખાતે રાખવામાં આવેલ ગાંધીનગર જિલ્લાના 5 વિધાનસભા બેઠકના ઇવીએમ મશીન સેન્ટરમાં ( EVM Center alarm )રાખવામાં આવ્યા છે. જેમાં સવારે 10 કલાકે ઇમર્જન્સી એલાર્મ વાગ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જ્યારે એલાર્મ વાગ્યું ત્યાર બાદ 10.30 કલાકની આસપાસ ત્યાં સ્થાનિક તંત્ર પહોંચ્યું હતું. જે બહારનો રૂમ છે કે જ્યાં એક પણ ઇવીએમ મશીન મૂકવામાં આવ્યા નથી તે રૂમનું ઇમર્જન્સી એલાર્મ શરૂ થયું હતું. પરંતુ સ્વીચ બંધ કરતા તે એલાર્મ બંધ થઈ ગયું હતું. જ્યારે પ્રાથમિક તપાસના અંતે સામે આવ્યું છે કે સવારે ફોગના લીધે એલાર્મ શરૂ થયું હતું, જ્યારે સ્ટ્રોંગ રૂમમાં કોઈ પ્રકારનો એલાર્મ વાગ્યું ન હતું.

રાજકીય આગેવાનોને બોલાવવામાં આવ્યાએલાર્મ ઇવીએમ સેન્ટરની ( EVM Center alarm ) બહારના રૂમમાં વાગ્યું હતું. પરંતુ ઇવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તે સ્ટ્રોંગ રૂમ ( Vavol Gandhinagar )ખોલતા પહેલા તમામ રાજકીય આગેવાનોને વાવોલ ખાતે બોલાવવામાં આવ્યા હતાં. રાજકીય આગેવાનો આવ્યા બાદ જ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. આમ કોઈપણ પ્રકારના આક્ષેપ પ્રતિઆક્ષેપ ન થાય તેને ધ્યાનમાં લઈને સ્થાનિક તંત્રએ સ્ટ્રોંગ રૂમ ખોલતા પહેલા તમામ રાજકીય આગેવાનોને બોલાવ્યા હતાં અને અંદર ચેક પણ કરાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details