- ઇલેક્ટ્રિક વાહનો માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણનો આદેશ
- ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપ વધારવા માટેનું આયોજન
- ડિજિટલ સેવા સેતુથી ઇલેક્ટ્રિક વાહનનો બહોળો
- તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આપવામાં આવશે ઇનામ
ગાંધીનગર: વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં અને દેશમાં પ્રદૂષણ ઓછું થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગ વધુમાં વધુ થાય તે બાબતને અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ જૂન મહિનામાં ઇલેક્ટ્રિક વાહનની પોલિસી જાહેર કરી હતી, ત્યારે હવે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક પોલીસને લઈને એક મહત્વનો નોટિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારને 55 ડિજિટલ સેવા સેતુ મારફતે ગ્રામજનોને ઇલેક્ટ્રિક વાહનોની માહિતી આપવા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી કરી જાહેર
ક્યાં પ્રકારની કામગીરી કરવાની રહેશે
1. જીતે ગામની આંતરમાળખાકીય સુવિધાઓ નાગરિકો માટેની સામાન્ય સુવિધાઓ તથા યોજનામાં જણાવેલા સુવિધાઓ વિકાસલક્ષી કામોની સર્વેક્ષણ કરીને તે અંગેનો એક્શન પ્લાન ચૂકવવાનો રહેશે અને તે અંગેની માહિતી ગામ બહાર રહેતા લોકોને પૂરી પાડીને ગામમાં જરૂરી કામો પૈકી ક્યા પ્રકારનું કામ કરવા તૈયાર છે. તેની વિગત મેળવવાની રહેશ.
2. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇલેક્ટ્રીક વિકલ્પો list-2021ની જાહેરાત કરવામાં આવેલી છે. જે ધ્યાને લેતા ગામડું પણ પ્રદૂષણ મુક્ત થાય અને ગામડામાં તથા ગામડાનો વ્યક્તિ ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદીનો ઉપયોગ વધારે કરે તે માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કરવાના રહેશે.
3. રાજ્ય સરકારની તમામ સેવાઓ પૈકીની 55 સેવાઓ ડિજિટલ સેવા સેતુ મારફત ગ્રામજનને પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓ ગ્રામજનો દ્વારા મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી ત્યારે તાત્કાલિક સેવા તેમને મળી રહે તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. આમ ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક દ્વારા કામગીરી અંગેનો અહેવાલ સંબંધિત તલાટી કમ મંત્રી દ્વારા પ્રમાણિત કરાવીને સંબંધિત તાલુકા વિકાસ અધિકારી મારફત જિલ્લા વિકાસ અધિકારીને દર માસે મોકલી આપવાનો રહેશે અને જેની કામગીરી સર્વશ્રેષ્ઠ હશે તેવા કોમ્પ્યુટર સાહસિકને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.