ગાંધીનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 9 કલાકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર અને પ્રફુલ પાનસેરિયાની આગેવાનીમાં જાહેર કર્યું હતું. જેમાં ગત વર્ષ કરતા 6.44 ટકા ઓછું પરિણામ આવ્યું છે. જ્યારે 140 પરીક્ષા કેન્દ્રોમાંથી 10 પરીક્ષા કેન્દ્રો એવા છે. જેનું પરિણામ 40 ટકાથી ઓછું છે.ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રોની વિગતો શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર મંગાવી છે.
આ પણ વાંચો Gandhinagar News : પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો સચિવાલયમાં પહોંચી, કર્ણાટક ચૂંટણી બાદ વિસ્તરણની શક્યતાઓ
સૌથી ઓછું પરિણામ:ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામમાં સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાના 29.44 ટકા પરિણામ આવ્યું છે. ત્યારબાદ નર્મદા જિલ્લાનું 36.99 ટકા, છોટા ઉદેપુર જીલ્લાનું 36.17 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે આ ઓછું પરિણામ ધરાવતા જિલ્લામાં રાજ્યના શિક્ષણ પ્રધાન કેન્દ્ર અને શાળાઓની વિગતો મંગાવી શિક્ષણના સ્તર ને સુધારવાની કામગીરી પરિણામના દિવસથી હાથ ધરી છે.
40 ટકાથી ઓછુ પરિણામ ધરાવતા કેન્દ્ર:જંબુસર કેન્દ્રનું પરિણામ 39.75 ટકા, વડાલી કેન્દ્રનું પરિણામ 30.51 ટકા, માંડવી કેન્દ્રનું પરિણામ 38.64 ટકા, દાહોદ કેન્દ્રનું પરિણામ 38.45 ટકા, લીમખેડા કેન્દ્રનું પરિણામ 22.00 ટકા, લીંમડી કેન્દ્રનું પરિણામ 22.37 ટકા, ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 35.37 ટકા, છોટા ઉદેપુર કેન્દ્રનું પરિણામ 25.54 ટકા, સંતરામપુર કેન્દ્રનું પરિણામ 27.20 ટકા, બાલાસીનોર કેન્દ્રનું પરિણામ 33.86 ટકા
સમીક્ષા કરવામાં આવશે:ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની કુલ 234 શાળા સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં શિક્ષણની સુવિધાઓ સાથે લેબોરેટરીની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. આજે જે રીતે ગત વર્ષ કરતા 6.44 ટકા ઓછું પરિણામ આવતા શિક્ષણ વિભાગ પાસેથી કુબેડોરે સરકારી શાળાઓ અને ખાનગી શાળાના પરિણામ બાબતનો તમામ ડેટા મંગાવવામાં આવ્યો છે. સરકારી શાળાઓમાં કેટલું પરિણામ આવ્યું છે. શા કારણથી ઓછું પરિણામ આવ્યું છે. તે બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો Gandhinagar News : ગુજરાતના સ્થાપના દિનથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહાઅભિયાન શરૂ થશે, 10 ગામનું ક્લસ્ટર બનાવાશે
શાળામાં જઈને સમીક્ષા: ઓછા પરિણામ બાબત રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ' પરિણામ બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સમીક્ષા કરવામાં આવશે, જે જિલ્લામાં ઓછું પરિણામ આવ્યું છે. તેવા જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ચર્ચા કરવામાં આવશે. જે વિસ્તાર અને કેન્દ્રમાં ઓછા પરિણામ છે ત્યાં હું પોતે જ તે જગ્યાએ મુલાકાત કરીશ અને ખૂટતી સુવિધાઓને ઉપર ચર્ચા કરીને તમામ સુવિધાઓ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા તમામ સુવિધા આપવામાં આવે છે પણ ક્યાં ચૂક રહી જાય છે. તે સુધારવાનું કામ હાથમાં લેવામાં આવશે. જ્યારે આ વર્ષે 15 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં ચોરીની ફરિયાદને ધ્યાનમાં લઇને રદ કરવામાં આવ્યા હતા.