ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષણ બોર્ડ હવે રિઝલ્ટ પ્રોસેસિંગ પોતાના જ બિલ્ડિંગમાં કરશે, શિક્ષણ પ્રધાને કર્યું ખાતમુહૂર્ત - Education Minister

ગુજરાત શિક્ષણ બોર્ડના રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું છે. વર્ષ 1960માં શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી રિઝલ્ટ પ્રોસેસિંગ ભાડાના મકાનમાં કરવામાં આવતું હતું.

Education Minister
Education Minister

By

Published : Oct 19, 2020, 6:47 PM IST

  • 1960થી ભાડાના મકાનમાં થતું હતું રિઝલ્ટ પ્રોસેસિંગ
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત
  • રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન રહ્યા ગેરહાજર

ગાંધીનગર : શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતમાં ત્યારે આશરે 1 કરોડ 20 લાખ જેટલી માર્કશીટ વર્ષ દરમિયાન બનાવવામાં આવે છે, પરંતુ વર્ષ 1960માં શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી રિઝલ્ટ પ્રોસેસિંગ ભાડાના મકાનમાં કરવામાં આવતું હતું.

રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન રહ્યા ગેરહાજર

ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમવારે રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું છે. શિક્ષણ બોર્ડની રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગનું કાર્ય પૂર્ણ થતા બે વર્ષ જેટલો સમય લાગશે. આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સેક્ટર 22માં આવેલી માધ્યમિક શાળાના સ્કૂલ બિલ્ડિંગમાં કર્યું હતું.

વિભાવરીબેનની ગેરહાજરી ઉડીને આંખે વળગી

શિક્ષણ બોર્ડની રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન ગેરહાજર રહ્યા હતા. તેમની ગેરહાજરી હાજર મહેમાનો વચ્ચે પણ ઉડીને આંખે વળગી હતી.

પહેલા કઇ રીતે થતું હતું રિઝલ્ટ પ્રોસેસિંગ

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ દરમિયાન ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવે છે. જે બાદ જુલાઇમાં પૂરક પરીક્ષા પણ લેવામાં આવે છે, પરંતુ તમામ પ્રકારની કામગીરી શિક્ષણ બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યાએ ભાડાના મકાનમાં કરવામાં આવતી હતી. પહેલા રિઝલ્ટ પ્રોસેસિંગની કામગીરી વડોદરા ખાતે કરવામાં આવતી હતી. જે બાદ સમયાંતરે અમદાવાદના અલગ અલગ શાળાઓમાં આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આગામી સમયમાં આ પ્રકારની કામગીરી શિક્ષણ બોર્ડના પોતાના બિલ્ડિંગમાં કરવામાં આવે તે માટે રિઝલ્ટ પ્રોસેસિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત

બે વર્ષમાં રિઝલ્ટ પ્રોસેસિંગ બિલ્ડિંગ તૈયાર થઈ જશે

ગાંધીનગર શહેરના સેક્ટર 22માં આવેલી આર્યભટ્ટ શાળાનું બિલ્ડિંગ શિક્ષણ બોર્ડ હસ્તક છે. ત્યારે આ જગ્યામાં સોમવાર શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રિઝલ્ટ બિલ્ડિંગનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. 24.63 કરોડના ખર્ચે બનનારી આ બિલ્ડિંગમાં ધોરણ 10 અને 12ની રેગ્યુલર તેમજ પૂરક પરીક્ષાના પરિણામની કામગીરી કરવામાં આવશે. આગામી બે વર્ષમાં આ બિલ્ડિંગ સંપૂર્ણપણે તૈયાર થઈને કાર્યરત થઈ જશે, તેવો આશાવાદ શિક્ષણ પ્રધાન ચુડાસમાએ વ્યક્ત કર્યો હતો.

પરિણામની ગુપ્તતા અને ગુણવત્તા જળવાશે

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવનમાં કંઈ પણ બનવું હોય તો પહેલા બોર્ડની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. ત્યાર બાદ કોઇ પણ ફિલ્ડમાં જઈ શકાય છે. શિક્ષણ વિભાગ દ્વારા રિઝલ્ટ બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે પરિણામની ગુપ્તતા અને ગુણવત્તા જળવાશે. જ્યારે રિઝલ્ટ તૈયાર કરવામાં સરળતા રહેશે અને સમયની પણ બચત થશે.

ABOUT THE AUTHOR

...view details