ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : એસકે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, નિયમ પ્રમાણે હજુ પણ મળી શકે છે રિમાન્ડ - એસકે લાંગા કેસ

ગાંધીનગર કોર્ટ દ્વારા પૂર્વ જિલ્લા કલેકટર એસ.કે લાંગાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નિયમ પ્રમાણે કોઈપણ આરોપીને રિમાન્ડ 15 દિવસ સુધી જ આપી શકાય છે. ત્યારે હજુ પણ એસ.કે. લાંગાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થઈ શકે તેમ છે.

Gandhinagar News : એસકે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, નિયમ પ્રમાણે હજુ પણ  મળી શકે છે રિમાન્ડ
Gandhinagar News : એસકે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, નિયમ પ્રમાણે હજુ પણ મળી શકે છે રિમાન્ડ

By

Published : Jul 21, 2023, 7:38 PM IST

ગાંધીનગર :ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેકટર એસ.કે લાંગાને આજે ફરીથી સાંજે કોર્ટમાં રિમાન્ડ માટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં લાંગાના વકીલ દ્વારા કોર્ટમાં કોઈ જ પ્રકારની દલીલ કરવામાં આવી ન હતી. સરકારી વકીલે વધુ ચાર દિવસના રિમાન્ડની માંગ કરી હતી, ત્યારે અંતે કોર્ટ દ્વારા ફક્ત ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

લાંગાને ફક્ત 3 દિવસના રિમાન્ડ :પૂર્વ કલેકટર એસ.કે. લાંગાને ગાંધીનગર કોર્ટ દ્વારા આજે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આમ ભૂતકાળની વાત કરવામાં આવે તો એસ.કે. લાંગાને પહેલા પાંચ દિવસના ત્યારબાદ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, ત્યારે હવે આજે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આમ લાંગાને કુલ 12 દિવસના રિમાન્ડ પૂરા થયા છે, ત્યારે હવે સોમવારના રોજ ગાંધીનગર પોલીસ દ્વારા ફરીથી લાંગાને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો પોલીસ કસ્ટડીમાં ફક્ત વધુમાં વધુ ત્રણ દિવસના જ રિમાન્ડ મળી શકે છે. કારણ કે, નિયમ પ્રમાણે કોઈપણ આરોપીને રિમાન્ડ 15 દિવસ સુધી જ આપી શકાય છે અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પ્રાપ્ત થાય છે

રિમાન્ડ વિરોધમાં વકીલે કોઈ દલીલ ન કરી : પૂર્વ કલેકટર એસ.કે લાંગા વકીલ દ્વારા ગાંધીનગર સેશન કોર્ટમાં કોઈ જ પ્રકારની દલીલ કરવામાં આવી ન હતી અને સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે, લાંગાના મોબાઇલમાંથી અનેક પાસવર્ડ પ્રાપ્ત થયા છે, અત્યારે આ પાસવર્ડમાં તથ્ય શું છે તે બાબતની પણ તપાસ કરવાની હજુ બાકી છે. આ ઉપરાંત કુલ 25 જેટલા પ્રકરણમાં હજુ ફક્ત બે જ પ્રકરણની તપાસ થઈ રહી છે. તેમના અનેક વહીવટદારો છે અને હાલમાં બે વહીવટદારોની તપાસ શરૂ થઈ રહી છે અને અન્ય વહીવટદારોને બોલાવવાના બાકી હોવાનું પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, જ્યારે જે સૂટકેસ હતી તે સુટકેશમાંથી 2000 ડોલર, પાસપોર્ટ તમામ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે, ત્યારે મુલાસણાની પાંજરપોળની જમીનના હેતુફેરના મહત્વના કાગળો પ્રાપ્ત થયા છે. આ તમામ મુદ્દે વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેથી નામદાર કોર્ટ દ્વારા વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

  1. Gandhinagar News : પૂર્વ કલેકટર એસ કે લાંગાની 300 એકર જમીન, જૂનાગઢ અમદાવાદમાં બંગલાઓ, બોગસ ખેડૂત હોવાનું પણ ખુલ્યું
  2. Gandhinagar News : ગાંધીનગર પૂર્વ કલેકટરની ધરપકડ, જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં આબુથી પકડાયા એસ કે લાંગા
  3. Gandhinagar News : 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડના નિર્ણય તત્કાલીન CM રૂપાણીની મિટિંગમાં : અમિત ચાવડા

ABOUT THE AUTHOR

...view details