- અમદાવાદમાં 144મી રથયાત્રામાં ક્રાઈમ બ્રાન્ચનો ડ્રેસ બદલ્યો
- 142મી રથયાત્રામાં બ્લેક પેન્ટ અને વાઇટ શર્ટ હતો ડ્રેસ કોડ
- સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરાયો ડ્રેસ કોડ ચેન્જ કર્યો
ગાંધીનાગર :ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની સુરક્ષા માટેની જવાબદારી વધી જાય છે, ત્યારે 144મી રથયાત્રા દરમિયાન રથયાત્રાના ડ્રેસ ક્રાઈમ બ્રાન્ચના ડ્રેસ કોડ અને જો વાત કરવામાં આવે તો બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ નો ખાસ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે અચાનક જ ડ્રેસ કોડમાં મોટો બદલાવ આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ડ્રેસ કોડમાં બદલાવ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃPatan Jagannath Rathyatra: ભગવાન જગન્નાથનો મહાઅભિષેક કરવામાં આવ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેસકોડ ચેન્જ કરવામાં આવ્યો
અમદાવાદ જગન્નાથની 144મી રથયાત્રાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેસકોડ ચેન્જ કરવામાં આવ્યો છે. જેમાં ઉપર બ્લેક કલરની ક્રાઈમ બ્રાંચ પોલીસના લખાણ સાથેની ટીશર્ટ અને જીન્સનું પેન્ટ અથવા તો કોટન ટ્રાઉઝરને ડ્રેસકોડ બનાવવામાં આવ્યો છે. આમ સુરક્ષાની દૃષ્ટિને ધ્યાનમાં લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેસકોડ ચેન્જ કરવામાં આવ્યો છે.