ગાંધીનગર : શહેરમાં આવેલા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ગુજરાતી સેવા કેન્દ્રનો આરંભ કરાયો હતો. આ સેવા કેન્દ્રમાં પત્ર પ્રમાણપત્ર, માઈગ્રેશન પ્રમાણપત્ર, સહિત વિદ્યાર્થીઓને લગતા તમામ પ્રમાણપત્રો ઘરે બેઠા જ મેળવી શકશે જેને લઇને વિદ્યાર્થી દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર બતાવેલા જરૂરી પુરાવાઓ બતાવીને તે પ્રમાણપત્ર તેમણે સીધો જ મળી રહેશે. જેને લઇને વિદ્યાર્થીઓનો સમય અને નાણાનો બગાડ થતો હતો તે બચી શકશે.
શિક્ષણ બોર્ડનું ડિજિટલ સ્વરૂપ, વર્ષ 1952થી વિદ્યાર્થીઓનો ડેટા આંગળીના ટેરવે મળશે - ગાંધીનગર
રાજ્યમાં સરકારી કચેરીઓનો ડેટા કમ્પ્યૂટરાઇઝ કરવામાં આવી રહ્યો છે. વિદેશમાં બેઠેલા લોકો પણ પોતાની વિગતો કમ્પ્યુટર મારફતે જોઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે. વર્ષ 1952થી અત્યાર સુધીનો તમામ વિદ્યાર્થીઓની માઈગ્રેશન, માર્કશીટ, મેળવવા માટે વિદ્યાર્થીઓને બોર્ડની કચેરીનો ધક્કો ના ખાવો પડે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો આજે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભારંભ કરાવ્યો હતો.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, વિદ્યાર્થી સેવા કેન્દ્રનો આરંભ થવાના કારણે વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મેળવી શકશે. રાજ્યમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડની કચેરીમાં અરજદાર ઘોડાપુર ઉમટી પડતું હતું.
સેવા કેન્દ્રનો આરંભ થવાથી આ પ્રકારની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. બીજી તરફ ભુજમાં શાળાને વિદ્યાર્થીઓને માસિક તપાસ બાબતે બનેલી બનાવને લઇને કહ્યું કે આ ખૂબ જ ખરાબ બનાવશે. જેમાં ત્રણ લોકોને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારના બનાવો ફરીથી ન બને તેવો દાખલો બેસાડવામાં આવશે.