પેથાપુર પોલીસ સ્ટેશન દ્વારા બુધવારે ધનજી ઓડના નિવાસ્થાને બીજી નોટિસ ફટકારવામાં આવી હતી. અગાઉ આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ જામીન અરજી રિજેક્ટ થયા બાદ ધનજી ઓડને હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં હાજર નહીં થતાં એક નોટિસ ફટકારી હતી. નોટિસ ફટકાર્યા બાદ પણ ધનજી દ્વારા હાજર થવામાં નહીં આવતા 11 સપ્ટેમ્બર મંગળવારે બીજી નોટિસ ફટકારવાની સાથે જ ધનજી ઉર્ફે ઢબુડીમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં અડધી રાત્રે પોતાની સાથે વિસનગરની સમર્થક મહિલા અને ચાંદખેડાના પુરુષ સમર્થક સાથે જવાબ લખવા માટે એકાએક પ્રગટ થયો હતો.
પોલીસે બીજી નોટિસ ફટકારતા જ ઢબુડી ઉર્ફે ધનજી ઓડ પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો - બુડી ઉર્ફે ધનજી ઓડ પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો
ગાંધીનગર: ઢબુડી ઉર્ફે ધનજી ઓડ ગાંધીનગર નજીકના પેથાપુર પોલીસ સ્ટેશનમાં આજે બુધવાર રાત્રે હાજર થયો હતો. રૂપાલ ગામમાં ધનજી ઓડ ઉર્ફે 'ઢબુડી મા' દ્વારા લોકોના દુઃખ દૂર કરવામાં આવતા હતા. જ્યારે તેની પ્રસિદ્ધિ માટે youtube ઉપર વીડિયો અપલોડ કરવામાં આવતા હતા. જેને લઇને રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી પણ ઢબુડીના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. ત્યારે ગઢડાસવામીના ભીખાભાઈ માણીયાના પુત્રનું મોત થયા બાદ તેમના દ્વારા પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી હતી. જેને લઇને આજે મોડી રાત્રે ધનજી ઓડ જવાબ લખવા માટે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
પોલીસે બીજી નોટિસ ફટકારતા જ ઢબુડી ઉર્ફે ધનજી ઓડ પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો
ધનજી ઓડે પોલીસને જવાબ આવ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, મેં મારો જવાબ પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દીધો છે. પેથાપુર પોલીસ સ્ટેશનના PSI એ.જી.એનુરકરે જણાવ્યું કે, ધનજી ઓડ ઉર્ફે ઢબુડી જવાબ લખવા માટે આવ્યો હતો. બાદમાં તેમનો જવાબ રજૂ કર્યા બાદ રવાના થઇ ગયો હતો. પોલીસ દ્વારા તેમનો જવાબ લખવામાં આવ્યો છે. ત્યારે આગળની કાર્યવાહી હવે પછી કરવામાં આવશે.