ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો આજે જન્મદિવસ છે. 22 જુન 1956ના દિવસે જન્મેલા નીતિન પટેલ ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી રાજકીય રીતે એક્ટિવ છે. 5 ઓગસ્ટ, 2016થી તેમની ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના પ્રધાન તરીકે નિમણૂંક થઈ હતી. જ્યારે ગુજરાતમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે નીતિન પટેલ પાંચમા ક્રમાંકે છે. આજે તેમણે 64 વર્ષ પૂર્ણ કરીને 65માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો આજે જન્મદિવસ - નીતિન પટેલનો જન્મદિવસ
આજે 22 જૂને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો જન્મદિવસ છે. તેઓ ઘણા વર્ષોથી રાજકીય રીતે સક્રિય છે. જાણો નીતિન પટેલના જીવનની કેટલીક વાતો.
નીતિન પટેલની રાજકીય સફર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની રાજકીય સફરની વાત કરવામાં આવે તો તેઓ ગુજરાત વિધાનસભામાં 1990 થી 1995, 1995થી 1997 અને 1998 થી 2002 સુધી સભ્યપદ ધરાવતા હતા. જ્યારે 1988 થી 1990 સુધી તેઓ કડી નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. ત્યારબાદ 1997 થી 1998 સુધી મહેસાણા જિલ્લા ભાજપના આગેવાન રહ્યા હતા. જ્યારે કડી નગરપાલિકામાં 15 વર્ષ સુધી તેઓ સભ્યપદ તરીકે રહ્યા અને ત્યારબાદ વિવિધ કમિટીઓમાં તેઓએ ચેરમેન પદની ભૂમિકા પણ નિભાવી છે.
વર્તમાન સમયમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રાજ્ય સરકાર જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે રાજ્ય સરકારને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનું મહત્વનું કામ સોંપવામાં આવે છે અને નીતિન પટેલ પોતાની આવડતથી ગમે તેવી મુશ્કેલીમાં સરકાર ફસાઈ હોય તેમાંથી સારી રીતે તેઓ સરકારને બહાર લાવે છે અને "સંકટ મોચક"ની ભૂમિકા ભજવે છે. જેનો ઉત્તમ નમૂનો ગુજરાતમાં થયેલું પાટીદાર આંદોલન છે.