ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આજે ત્રણ દિવસના અંતે ગાંધીનગર ડિફેન્સ એક્સપોનો કાર્યક્રમ આજે સંપન્ન ( Defense Expo 2022 Closing Ceremony in Gandhinagar ) થયો છે. કાર્યક્રમમાં ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડના સૂત્ર સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40000 કરોડના 451 જેટલા એમઓયુ ( 40000 crores 451 MOU signed )સાઇન થયા છે.ડિફેન્સ એક્સપોના સમાપન સમયે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહરાજનાથસિંહે મહત્વની વાત ઉજાગર (Rajnath Sinh Revealed Important Things)કરી હતી. સાથે ગુજરાત સરકારને પાનો ચડાવે તેવા વખાણ પણ કર્યાં હતાં.
એક્સપો સફળ બનાવવામાં ગુજરાત સરકારની મહત્વની ભૂમિકા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતમાં યોજાયેલું ડિફેન્સ એક્સપો સંસ્કરણ સફળ રહ્યું છે. આ એક્સપો સફળ થયો તેની પાછળ ગુજરાત સરકારની મહેનત છે. અધિકારીઓની રાતદિવસની મહેનતના કારણે જ ડિફેન્સ એક્સપોને ભવ્ય સફળતા મળી છે. આ એક્સ્પો હવે સૌથી શાનદાર અને આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે આગળ વધશે. ઉલ્લેખનીય છે કે રાજનાથસિંહે નિવેદન (Rajnath Sinh Revealed Important Things)આપ્યું હતું કે વિદેશથી આવેલા પ્રતિનિધિઓએ પણ મને ખાનગીમાં મળીને ખૂબ જ સારું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું જેનાથી પણ તેમને ખૂબ ગર્વનો અનુભવ ( Defense Expo 2022 Closing Ceremony in Gandhinagar ) થયો છે.