- રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
- રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય
- આજે કેબિનેટ બેઠકમાં શાળા ખોલવામાં બાબતે મુદ્દો ચર્ચાયો
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ધોરણ 6 થી 9ની શાળાઓ શરૂ કરવા બાબતનો મુદ્દો રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મૂક્યો હતો, ત્યારે જે રીતે પંજાબ અને કેરળમાં વિદ્યાર્થીઓ શાળા શરૂ થયા બાદ સામે આવી રહ્યા છે. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે હવે 15 ઓગસ્ટ બાદ આ મુદ્દે વિચારણા કરવાની જાહેરાત કરી છે.
15 ઓગસ્ટ બાદ લેવામાં આવશે નિર્ણય
કેબિનેટ બેઠકમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 6 થી 9ની શાળા ઓફ લાઇન ચાલુ કરવા બાબતે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી પરંતુ વધુ ચર્ચા કરવામાં આવી નથી અને રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે ન કરવી તે અંગેનો આખરી નિર્ણય 15 ઓગસ્ટ બાદ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશેય.
આ પણ વાંચો:ઉપલેટાની શાળાઓમાં 6થી 8 ધોરણનું શૈક્ષણિક કાર્ય શરું