ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

Clean India Day : 2 ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય, રાજ્યના તમામ સાંસદો અને ધારાસભ્યો શ્રમદાન કરશે - સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ

રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મજયંતી 2 ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન સહિતના તમામ પ્રધાન, ધારાસભ્ય અને સંસદ સભ્યો એક કલાક શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરશે.

Clean India Day
Clean India Day
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 9:22 PM IST

2 ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય

ગાંધીનગર :સમગ્ર દેશમાં વર્ષ 2014 થી સ્વચ્છતા અભિયાન શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 15 સપ્ટેમ્બરથી સ્વચ્છતાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 1 ઓક્ટોબરના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ પ્રધાન, ધારાસભ્ય અને સાંસદ એક કલાક શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરશે.

સ્વચ્છ ભારત દિવસ : આ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને ચરિતાર્થ કરવા માટે તેમની જન્મજયંતિ 2 ઓક્ટોબરને રાજ્યભરમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. જે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 હેઠળ રાજ્યવ્યાપી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તથા સ્વચ્છ ભારત મિશન શહેરી દ્વારા સંયુક્ત રીતે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારનું વિશેષ આયોજન : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર 2023 ના રોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત દેશના તમામ ગામડાઓમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ લોક ભાગીદારી સાથે સવારે 10 કલાકે એક કલાક માટે એક તારીખ, એક કલાક સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરાશે. નિયત કરવામાં આવેલ સ્થળ પર એક કલાકમાં કચરાની સંપૂર્ણ રીતે સફાઈ માટે જરૂરી આનુસાંગિક સુવિધાઓ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ બનાવાશે. માનવબળની ગણતરી કરી દરેક સ્થળ પર જન ભાગીદારી માટે પ્રયત્નો સુનિશ્ચિત કરવામાં આવનાર છે. તેમજ સ્વચ્છતા હી સેવા પોર્ટલ swachhatahiseva.com પર શ્રમદાન માટે ગામ દીઠ નક્કી કરવામાં સ્થળ, શ્રમદાન માટે જરૂર લોકોની સંખ્યા, સંપર્ક વગેરે જેવી માહિતી સ્થળોનો મેપ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્લાસ્ટિક ફ્રી અભિયાન : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શ્રમદાનના અંતમાં એકત્રિત કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ તથા MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે રૂટ બનાવી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંપૂર્ણ શ્રમદાન સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટ ગતિવિધિ બને તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ગામોમાં આ શ્રમદાન કાર્યક્રમોમાં કેન્દ્રીય અને રાજ્ય પ્રધાનમંડળના સભ્ય, સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સભ્ય, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો તેમજ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને શ્રમદાન કરશે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં 32,475 જેટલી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં જન ભાગીદારી દ્વારા ગ્રામ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  1. Coastal Cleanup Day : પોરબંદરમાં સમુદ્ર જીવસૃષ્ટિને બચાવવા ઝુંબેશ, 10 ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો
  2. Rajkot News : બાલાજી મંદિરે મુખ્યપ્રધાને સફાઈ કર્યા બાદ સ્થાનિકોએ કહી મોટી વાત

ABOUT THE AUTHOR

...view details