ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહની અંદર સત્રના બીજા દિવસે પાંચ અલગ અલગ વિધેયકને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બહુમતી બાદ પાંચ વિધેયકો પસાર કરવામાં આવ્યા છે. પરંતુ મજૂર વિધયકને લઈને જ્યારે ચર્ચા ચાલી રહી હતી, તે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ દેશના ઘડવૈયા તરીકે ગણાતા બાબાસાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરતાં જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉશ્કેરાઇ ગયા હતા અને કેટલીક ટિપ્પણીઓ કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યને કોન્ટ્રાક્ટર ગણાવ્યા હતા. સત્રના બીજા દિવસે સતત તેમને કોન્ટ્રાક્ટર તરીકે વ્યક્તિગત આક્ષેપ કરવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવ્યા હતા અને તેને લઈને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ મજૂર વિધાયકને લઈને આકરા પ્રહારો સરકાર પર પણ કર્યા હતા.
વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે મજૂરો અંગેના વિધેયક અંગે ચર્ચા દરમિયાન હોબાળો - Deputy Chief Minister Nitin Patel
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે મજૂરને લઈને ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન વિપક્ષ પોતાના મંતવ્યો રજૂ કરી રહી હતી. તે દરમિયાન અચાનક જ માહોલ ગરમાયો હતો અને એટલામાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ મજૂર વિધેયકને લઈને વિરોધ નોંધાવ્યો હતો.
ગાંધીનગર
બીજી તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ગુજરાતના લાખો મજૂરો અને શ્રમિકો માટે આજનો દિવસ કાળો છે. ત્યારે નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને આવતીકાલે સત્ય સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
Last Updated : Sep 23, 2020, 12:05 PM IST