ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: બિપરજોયને લઈને રાજ્ય સરકાર એલર્ટ, તમામ પાંખ લોકોની સુરક્ષામાં હાજર - Cyclone Biparjoy updates total NDRF

વાવાઝોડા બિપરજોયને લઈને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર કામ કરી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. તો બીજી તરફ વીજવિભાગ, ફાયર વિભાગ, હોમગાર્ડથી લઈને આર્મીની ટુકડીને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. રાજ્યની સાથે પાડોશી રાજ્યોની પણ NDRF પણ મદદ હેતું બોલાવી લેવામાં આવી છે.

Cyclone Biparjoy:
Cyclone Biparjoy:

By

Published : Jun 14, 2023, 10:31 AM IST

ગાંધીનગરઃ વાવાઝોડા બિપરજોયની સંભવીત અસર ધરાવતા વિસ્તારમાં દરિયાકાંઠાથી જમીન સુધીના પાંચ કિમીના વિસ્તારમાં 267 ગામમાં મંગળવારથી સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. NDRF અને SDRFના સોમવારના ડિપ્લોયમેન્ટમાં કોઈ જ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી. NDRFની કુલ 15 ટીમને આઠ જિલ્લામાં મૂકવામાં આવી છે. જે પૈકીની 12 ટીમ સ્ટેન્ડ ટુ છે. જ્યારે SDRFની 13 પ્લાટુન પૈકીની 11ને ડ્યૂટી સોંપી દેવામાં આવી છે.

ક્યા જિલ્લામાં કેટલી ટીમઃકચ્છ જિલ્લામાં 3, દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 2, મોરબીમાં 1, પોરબંદરમાં 1, ગીરસોમનાથમાં 1, જૂનાગઢમાં 1, રાજકોટમાં 1, વલસાડમાં 1 NDRFની ટીમ સ્ટેન્ડટુ રાખવામાં આવી છે. જ્યારે કચ્છ જિલ્લામાં 2, દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 2, મોરબીમાં 1, પોરબંદરમાં 1, ગીરસોમનાથમાં 1, જૂનાગઢમાં 1, રાજકોટમાં 1 SDRFની ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવાઈ છે. વાવાઝોડાને ધ્યાને લઈને સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરમાં ત્રણ શિફ્ટમાં ત્રણ આઈએએસ અને ત્રણ જીએએસની નિયુક્તિ કરવામાં આવી છે. બુધવારથી સતત ત્રણ દિવસ માટે બપોરે 7થી 2 વાગ્યા સુધીમાં ટેકનિકલ શિક્ષણ નિયામક બંછાનિધિ પાની તથા નિયામક એચ.પી. પટેલ જવાબદારી સંભાળશે.

કંટ્રોલ રૂમ શરૂઃ બિપરડજોય વાવાઝોડાને લઈને રાજ્યના તમામ જિલ્લાઓમાં વહીવટી વિભાગ તરફથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી ટોલ ફ્રી નંબર 1077 શરૂ કરી દેવામાં આવ્યો છે. આ નંબર પરથી જે તે જિલ્લામાં સહાય મેળવી શકાશે. જ્યારે અમદાવાદ કંટ્રોલ રૂમનો નંબર 079 27560511 છે. ચક્રવાત બિપરજોયને ધ્યાને લઈને રેલવે વિભાગે પણ વોર રૂમ તૈયાર કર્યા છે. જેની દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યારે આરપીએફના કુલ 2500 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જે વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત છે. ત્યાં માલગાડીને પણ બ્રેક મારી દેવામાં આવી છે. એવું પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું.

  1. Cyclone Biparjoy Updates:સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ટકરાશે તો ભયાનક તારાજી નક્કી, ભારે વરસાદની આગાહી
  2. Cyclone Biparjoy: બિપરજોય બાબતે કેવી છે સરકારની તૈયારીઓ ? અમિત શાહે તંત્રની કામગીરીની સમીક્ષા કરી

ABOUT THE AUTHOR

...view details