ગાંધીનગર:ગુજરાતના દરિયા કિનારે આવેલ કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગરના દરિયા કિનારે કુદરતી આફત આવવાની તૈયારી છે. બિપરજોય નામનું વાવાઝોડું કચ્છના જખૌ બંદર ખાતે ત્રાટકવાનું છે. સરકારી તંત્ર દ્વારા સાયકલોનને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે ગ્રાઉન્ડ પર કેવી પરિસ્થિતિ છે તે તાગ મેળવવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે CM ડેસ્ક બોર્ડના માધ્યમથી પ્રભાવિત જિલ્લાના સરપંચો સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પ્રભાવિત જિલ્લાના સરપંચો સાથે ટેલિફોનિક વાતચીત સરપંચ સાથે ટેલિફોનિક વાત: CM ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0 થી 5 તથા 5 થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી. દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી.
વ્યવસ્થાઓ અને સર્વેક્ષણ અંગે કર્યા સૂચન: આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા ચક્રવાત-વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાબેઝના આધારે સીએમ ભુપેન્દ્ર પટેલે મીટિગેશન માટેના લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સર્વેક્ષણનું સૂચન કર્યું હતું.
સરકારની નજર પણ સંભવિત પરિસ્થિતિ અને તૈયારી પર 25 તાલુકામાં 267 ગ્રામ્ય વિસ્તારમાં અસર: રાહત કમિશનર આલોક પાંડે વધુમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારાના 6 જિલ્લાઓ જેવા કે દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ અને ગીર સોમનાથના 6 જિલ્લાઓમાંથી કુલ 25 તાલુકાઓ દરિયા કિનારે છે. આ 267 ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. જ્યારે આ તમામ વિસ્તારમાં મળીને કુલ 12,27,000 લોકો દરિયાકિનારે 0થી 25 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં રહે છે ત્યારે આ તમામ લોકો માટે જરૂર પડે ત્યારે સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે હાલમાં સ્થળાંતર માટે સગર્ભા સ્ત્રીઓ બાળકો બીમાર વ્યક્તિઓને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે.
- Cyclone Biparjoy: વાવાઝોડાનો ખતરો ટળી શકે છે, નૈઋત્યના પવનો વાવાઝોડાને ગુજરાતથી લઈ ગયા દૂર- મોહનભાઈ દલસાણીયા
- Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
- Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડું આવતીકાલે સાંજે જખૌ પાસેથી પસાર થવાની સંભાવના