ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વિજયી થાય તેવી રણનીતિ સી.આર.પાટીલે કરી તૈયાર - C R Patil

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી જીતનારી ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને ફરીથી એક્શનમાં આવી છે. ગુજરાતના 31 જિલ્લાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા છે.

Gandhinagar News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વિજયી થાય તેવી રણનીતિ તૈયાર કરતા સી.આર.પાટીલ

By

Published : Dec 14, 2020, 6:34 AM IST

● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં

● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નો-રિપીટ થિયરીનો અમલ નહીં

● પેજ કમિટીમાં નારણપુરાના પ્રમુખ તરીકે અમિત શાહ

● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બેઠકનો દોર શરૂ

ગાંધીનગરઃ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી જીતનારી ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને ફરીથી એક્શનમાં આવી છે. ગુજરાતના 31 જિલ્લાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા છે, ત્યારે આ ચૂંટણીમાં કયા કાર્યકરોને ઉમેદવાર તરીકે પસંદ કરવા તેને લઈને ભાજપ પ્રદેશ અગ્રણીઓની બેઠકોનો ધમધમાટ શરુ થઈ ચૂક્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વિજયી થાય તેવી રણનીતિ તૈયાર કરતા સી.આર.પાટીલ
પેટા-ચૂંટણીમાં વિજીત બેઠકોના ઇન્ચાર્જના અભિપ્રાય લેવાયા
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લોકો સુધી લઈ જશે. અગાઉ પેટા-ચૂંટણીની 8 બેઠકોના ઇન્ચાર્જના મંતવ્યો લેવામાં આવ્યા હતા. જો કે મોટી ચૂંટણીની જેમ નાની ચૂંટણીમાં નો-રિપીટ થિયરીનો પ્રશ્ન ઉભો થતો નથી. કારણ કે, નાની ચૂંટણીમાં ઉમેદવાર સતત લોકોના સંપર્કમાં હોય છે, પરંતુ ઉંમર અને કામગીરીને લઈને સુધારાને અવકાશ છે. દરેક સમાજનું પ્રતિનિધિત્વ થાય તેવો પ્રયત્ન કરાશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તેમનું પેજ કમિટી પ્રમુખનું કાર્ડ સુપરત કરાશે

ઉલ્લેખનીય છે કે, પેજ કમિટીની સ્કીમ ભારતીય જનતા પાર્ટીએ ચલાવી છે. તેમાં નારણપુરા વિધાનસભામાંથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહે પેજ કમિટી બનાવી છે, જેના તેઓ પ્રમુખ છે. તેમનાથી ભાજપના કાર્યકરોના જોમ અને જુસ્સો વધશે. તેમજ તેમનું એ કાર્ડ તેમને સુપરત પણ કરાશે.

ABOUT THE AUTHOR

...view details