બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ઉમેદવારોના નેતાઓ બીજા બીજા દિવસે સરકારના ખોળે બેસી ગયા હતા. ત્યારબાદ આંદોલનમાં બે ભાગ પડી ગયા હતા. ત્યારે બીજા દિવસે મોડી રાત્રે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોને ભોજન કરાવ્યું હતું.
ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રવિણ, પ્રવિણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓએ આંદોલન ચાલુ રાખવા પોતાનો ટેકો આપ્યો હતો. ચોથા દિવસે એટલે શનિવારે પણ કોંગ્રેસના નેતાઓ સાથે ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માગ સાથે આંદોલન ચાલુ રાખ્યું હતું.
કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફિયાસ્કો આગામી 9 ડિસેમ્બર સોમવારથી વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થઇ રહ્યુ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં આહવાન કરવામાં આવ્યુ છે કે, ઉમેદવારોના માતા-પિતાઓ ખેડૂતો મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને રાજ્યના નાગરિકો રાજ્યના નાગરિકો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકઠા થાય ત્યાર બાદ ત્યાંથી રેલી સ્વરૂપે ત્યાંથી રેલી સ્વરૂપે બાદ ત્યાંથી રેલી સ્વરૂપે ત્યાંથી રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જશે.
આંદોલન હજુ પણ ચાલુ છે અને કેટલાક ઉમેદવારો સ્થળ ઉપર પોતાની માગને લઇને અડગ જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા આંદોલન કરી રહેલા ઉમેદવારો સાથે કોંગ્રેસના નેતાઓને કોઈ જ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી નથી. કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ જાહેર કર્યો છે તયારે સરકાર ડરી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફિયાસ્કો ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 7 ડિસેમ્બરના રોજથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી છ મહિના સુધી 'ઘ 3'થી 'ઘ 5' અને 'ગ 3' થી 'ગ 5' સુધીના ઉત્તર દક્ષિણનાં 400 મીટર વિસ્તારને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. રોડ બંધ કરવા માટે 'ઘ 4' અને 'ગ 4' પાસે ઓવરબ્રિજની કામગીરીનું કારણ બતાવવામાં આવ્યુ છે.
ત્યારે પ્રશ્ર એ થાય કે છ મહિનાની અંદર કેવી રીતે ઓવરબ્રિજ બની જશે..? કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવ ચીમકી આપવામાં આવ્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવતા આ બાબતે શહેરભરમાં ચર્ચા શરૂ ગઈ છે. હજારો કાર્યકરોને આવતા અટકાવવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હોય તેવું ફલિત થઇ રહ્યું છે.