ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમા કોરોનાના નવા 969 પોઝિટિવ કેસ, 6 મોત, 1027 ડિસ્ચાર્જ

રાજ્યમા છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 969 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે 1027 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,72,009 થઇ છે.

corona
corona

By

Published : Oct 30, 2020, 8:56 PM IST

  • રાજ્યમાં 24 કલાકમાં નવા 969 કેસ સામે આવ્યા
  • 1027 દર્દીને કોરોનાને માત આપી સ્વસ્થ થયા
  • રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખને પાર થયો

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 969 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 1,72,009 કેસ થયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 6 દર્દીનાં મોત થયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. આજે 1027 દર્દીને રજા આપવામાં આવી હતી.

જિલ્લા મુજબ કોરોના કેસની આંકડાકીય માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 165 અમદાવાદ કોર્પોરેશન 162, વડોદરા કોર્પોરેશન 77, રાજકોટ કોર્પોરેશન 51, સુરત 53, રાજકોટ 23, વડોદરા 37, મહેસાણા 26, બનાસકાંઠા 26, ભરૂચ 24, નર્મદા 24, પાટણ 22, સુરેન્દ્રનગર 20, સાબરકાંઠા 20, અમદાવાદ 19, અમરેલી 17, ગાંધીનગર કોર્પોરેશન 17, જામનગર કોર્પોરેશન 17, મોરબી 17, ગાંધીનગર 16, પંચમહાલ 13, જામનગર 12, જુનાગઢ 12, ગીર સોમનાથ 11, જુનાગઢ કોર્પોરેશન 10, અરવલ્લી 9, ભાવનગર કોર્પોરેશન 9, દાહોદ 9, કચ્છ 9, આણંદ 8, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 6, ભાવનગર 5, ખેડા 5, નવસારી 4, તાપી 4, છોટાઉદેપુર 2 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.

જિલ્લા વાઇઝ આંકડાકીય માહિતી

મહાનગરોમાં સૌથી વધુ કેસ

આ ઉપરાંત રાજ્યમાં 62 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3714 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 42,336 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરતમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 165 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 53 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 218 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details