ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1540 પોઝિટિવ કેસ, 13 દર્દીઓના મોત - કોરોના વાઇરસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1540 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 13 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે આજે નવા 1427 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધામાં કુલ 2,12,769 કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે કુલ મૃત્યઆંક 4031 પર પહોંચ્યો છે. રિકવરી રેટ 91.16 ટકા થયો છે.

coronaviru
coronaviru

By

Published : Dec 3, 2020, 8:48 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કાળો કહેર યથાવત
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 પોઝિટિવ કેસ નોંધાયા
  • અમદાવાદમાં સૌથી વધુ 314 કેસો નોંધાયા
  • સુરત 207 કેસો, વડોદરામાં 142, રાજકોટમાં 93 કેસ નોંધાયા
    રાજ્યમાં કોરોનાનો કાળો કહેર યથાવત


ગાંધીનગર: રાજ્યમાં દિવાળી પહેલા કોરોના વાયરસના આંકડામા ઘટાડો નોંધાઇ રહ્યો હતો. પણ અચાનક દિવાળીના તહેવાર બાદ કોરોના પોઝિટિવ વાયરસ વધુ વકર્યો છે.આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1540 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે કર્ફ્યૂ ગ્રસ્ત અમદાવાદ શહેરમાં સૌથી વધુ 314 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત નિપજ્યા છે.

રિકવરી રેટ 91.16 ટકા થયો

રાજ્યમાં કોરોના વાયરસના કુલ 2,12,769 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 1427 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,95,365 દર્દીઓએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. જ્યારે ગત અઠવાડિયામાં ગુજરાતનો રિકવરી રેટ 91.26 ટકા થયો હતો જે ઘટીને આજે 91.16 ટકા થયો છે.

રાજ્યમાં 5.33 લાખ લોકો કોરોનાટાઇલ, સંખ્યા વધારો થયો

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ 19ના કેસની યાદી પ્રમાણે 3 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1540 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 13 જેટલા દર્દીઓ નું મૃત્યુ નિપજયું છે, આરોગ્ય વિભાગ ની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 4031 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે ગઈ કાલની પરિસ્થિતિ મુજબ 5,33,548 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે આજે 5,33,386 લોકોને વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.


1064.40. પ્રતિ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે તેના માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 69,735 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે જેમાંથી રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1072.85 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થયા છે. ૨ાજયમાં અત્યાર સુધીમાં કુલ 80,33,388 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details