ગુજરાત

gujarat

ETV Bharat / state

corona update : રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 36 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત - વેકસીન

ગુજરાત રાજ્યમાં કોરોનાના(Gujarat Corona) કેસ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. જો કે, કોરોના સંક્રમણ(covid-19) કાબુ કરવા રાજ્ય સરકાર મહંદશે સફળ નીવડી હતી પરંતુ દિવાળીના તહેવાર બાદ ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 કોરોનાના પોઝિટિવ કેસ(Corona positive case) નોંધાયા છે.

corona update : રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 36 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત
corona update : રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 36 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત

By

Published : Nov 20, 2021, 9:03 AM IST

  • રાજ્યમાં કોરોના કેસમાં વધારો
  • છેલ્લા 24 કલાકમાં 36 પોઝીટીવ કેસમાં વધારો નોંઘાયા
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 5 કોર્પોરેશન અને 7 જિલ્લામાં કેસ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના(Gujarat Corona) કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા. ત્યારે બાદ હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ(covid-19) કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી પણ હવે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવેમ્બર માસની 19 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી નવસારી, આણંદ, મહેસાણા, કચ્છ, સાબરકાંઠા, સુરત અને વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 કોરોના પોઝિટિવ કેસ(Corona positive case) નોંધાયા છે.

અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ(Department of Health) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને બરોડા ભાવનગર અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ(corona cases update) નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 04 દર્દીને રજા આપવામાં આવી છે.

3,42,151 નાગરીકો વેકસીન અપાઈ

રાજ્યમાં કુલ 3,42,151થી વધુ નાગરિકોને વેકસીન(Vaccine) આપવામાં આવી છે જ્યારે 18 વર્ષ થી વધુ વયના 31,438 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 2,17,802 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 7,65,69,351 નાગરિકોને રસીકરણ(Vaccination) કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 331

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 331 જેટલા એક્ટિવ કેસ(gujarat corona cases update) છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 326 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,091 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ TOP NEWS: કોંગ્રેસ 20 નવેમ્બરે દેશભરમાં કિસાન વિજય દિવસની ઉજવણી કરશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આ પણ વાંચોઃ Atmanirbhar Gram Yatra: ગુજરાતમાં ભાજપ "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" થકી ચૂંટણી મોડમાં આવી

ABOUT THE AUTHOR

...view details