- ગાંધીનગર સર્કિટ હાઉસના 17 કર્મચારીઓ પોઝિટિવ
- રસોડા સ્ટાફ રૂમ સર્વિસ સ્ટાફ વગેરે પોઝિટિવ
- ગાંધીનગરમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ વધ્યા
ગાંધીનગર : પાટનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સર્કિટ હાઉસમાં 17 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સમાચાર સામે આવતા જ સમગ્ર ગાંધીનગરમાં ખળભળાટ મચ્યો હતો. જેની અસર ગાંધીનગરમાં થતા આ લોકોમાં કોરોનાનો ભયનો માહોલ સર્જાયો છે. જો કે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ કેસમાં વધારો થવાની શક્યતા રહેલી છે, તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
આ પણ વાંચો -IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મેનેજર સહિતનો સ્ટાફ કોરોના પોઝિટિવ
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આવેલા કોરોના પોઝિટિવ 17 લોકોમાં મેનેજર સહિતનો સ્ટાફ જેમાં રૂમ સર્વિસ, હાઉસકીપિંગ સ્ટાફ વગેરે સંક્રમિત થયા હતા. જે કારણે સર્કિટ હાઉસની જમવાની, ચા, નાસ્તાની તમામ પ્રકારની સુવિધાઓ અત્યાર પૂરતી બંધ કરવામાં આવી છે તેવું સર્કિટ હાઉસના નોટિસ બોર્ડ પર લાગેલું છે.