ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર, અમદાવાદના 11 વોર્ડનો સમાવેશ - કોર્પોરેશન

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક પોલિસી પ્રમાણે હવે રાજ્ય સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં બહાર પાડવામાં આવેલા લિસ્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 જેટલા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 4,27,878 ઘરને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર, અમદાવાદના 11 વોર્ડનો સમાવેશ
રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર, અમદાવાદના 11 વોર્ડનો સમાવેશ

By

Published : Jun 1, 2020, 3:42 AM IST

ગાંધીનગર : કેન્દ્ર સરકારના નવા રંગરૂપવાળા લોકડાઉન 4.0નો અંત અને અનલોક પોલિસીનો પ્રારંભ થઇ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા પણ નવા અન લોકડાઉનનો રાજ્યમાં અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ છૂટછાટ બાબતે પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારો નક્કી કરવામાં આવશે જેમાં આજે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા લિસ્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડને કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

કન્ટેનમેન્ટ ઝોન જાહેર

જે વિસ્તારમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધુ હોય તેવા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વિસ્તારો જ્યારે અમદાવાદ ગ્રામ્યના અનેક વિસ્તારોને કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 4,27,878 મકાનોને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.

શહેર કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકાઓ અને જિલ્લાઓમાં રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યાં છે. આ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં અને લોકડાઉનમાં પહેલાં જેવું જ કડક અમલીકરણ કરવાનું રહેશે. ફક્ત જીવન જરૂરીયાતની વસ્તુઓ જ મળી શકશે.

ABOUT THE AUTHOR

...view details