ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગી ધારાસભ્યની બેઠકમાં રણનીતિ નક્કી, કોઈ પણ રીતે વિધાનસભાનો ઘેરાવ - બિન સચિવાલય પરીક્ષા રદ

ગાંધીનગરઃ છેલ્લા એક સપ્તાહથી ગાંધીનગર શહેરમાં બિનસચિવાલય પરીક્ષા રદ કરવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 9 ડિસેમ્બર સોમવારથી વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકું સત્ર મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા અગાઉથી જ રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિને લઇને સરકારને ભીંસમાં લેવાનું આહ્વાન કરી દીધું છે. રવિવારના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કોઈ પણ ભોગે વિધાનસભાનો ઘેરાવ કરવાનું નક્કી કરાયું હતું.

કોંગી ધારાસભ્યની બેઠકમાં રણનીતિ નક્કી, કોઈપણ રીતે વિધાનસભાનો ઘેરાવ
કોંગી ધારાસભ્યની બેઠકમાં રણનીતિ નક્કી, કોઈપણ રીતે વિધાનસભાનો ઘેરાવ

By

Published : Dec 9, 2019, 12:09 AM IST

બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે ઉમેદવારોના નેતા બનીને આવેલા યુવરાજસિંહ જાડેજા સહિતના અન્ય લોકો સરકારને ખોળે બેસી જતા કેટલાક ઉમેદવારોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનમાં બે ભાગલા પડી જતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ મુદ્દાને કોંગ્રેસ વિધાનસભામાં પણ ઉઠાવશે. ઉપરાંત રાજ્યમાં ખેડૂતોનો પાક વીમો મોંઘવારી અને પરીક્ષાઓમાં થતા ભ્રષ્ટાચારને લઇને આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

કોંગી ધારાસભ્યની બેઠકમાં રણનીતિ નક્કી, કોઈપણ રીતે વિધાનસભાનો ઘેરાવ

સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે કેટલાક યુવાનો હજૂ પણ બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. 9 ડિસેમ્બર સવારે નવ વાગ્યાથી આંદોલન સ્થળ ઉપર કોંગ્રેસના કાર્યકરો ખેડૂતો સહિત જે લોકો સરકારથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેમને આંદોલનમાં સામેલ થવા કોંગ્રેસ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મોટી સંખ્યામાં મત વિસ્તારના લોકોને આંદોલનમાં હાજર થવા પણ જણાવ્યું છે. બીજી તરફ નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલના મુદ્દાને પણ લઈને કોંગ્રેસ સરકારને ભીંસમાં લેશે.

કોંગ્રેસના પ્રવક્તા અને ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે, ખેડૂતોની મુશ્કેલીઓ તમામ બાબતે સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્યની ભાજપ સરકાર છેલ્લા 25 વર્ષથી શાસનમાં છે. પરંતુ આ વર્ષે વર્ષે સરકારનું શાસન બગડી રહ્યું છે. રાજ્યના નાગરિકો સરકારને છૂપી રીતે પણ સ્વીકારી રહ્યા છે. વિપક્ષનું કામ છે કે, રાજ્યના નાગરીકોના મુદ્દાઓને ઉજાગર કરવા. આવતીકાલના કાર્યક્રમને લઇને ગાંધીનગર આવી રહેલા અમારા કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. આ એજ બતાવે છે કે સરકાર ડરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details