ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget Session: જંગલ સાચવવા પ્રોજેક્ટને મંજૂરી ન આપી, પણ ગૃહ-ઉદ્યોગોને જમીન દઈ 78 કરોડનો વકરો કર્યો - આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ

રાજ્યમાં આવેલા જંગલોને નુકસાન ન પહોંચે તેમ જ તેમની જાળવણી માટે સરકેર એક પણ પ્રોજેક્ટને મંજૂરી નથી આપી. ત્યારે કૉંગ્રેસે જંગલની જમીન ફાળવણી અંગે સરકારને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે સરકારે ગૃહ ઉદ્યોગોને જંગલની જમીન ફાળવીને 78 કરોડ રૂપિયાનો વકરો કર્યો હોવાનું સ્વીકાર્યું હતું.

Gujarat Assembly: જંગલો સચવાયેલા રહે એટલે સરકારે કોઈ પ્રોજેક્ટને મંજૂરી ન આપી, પણ ગૃહ ઉદ્યોગોને જમીન ફાળવી 78 કરોડનો વકરો કર્યો
Gujarat Assembly: જંગલો સચવાયેલા રહે એટલે સરકારે કોઈ પ્રોજેક્ટને મંજૂરી ન આપી, પણ ગૃહ ઉદ્યોગોને જમીન ફાળવી 78 કરોડનો વકરો કર્યો

By

Published : Mar 20, 2023, 5:26 PM IST

ગાંધીનગરઃગુજરાત રાજ્યને 1,600 કિલોમીટરનો દરિયા કિનારો એવી કુદરતી ભેટ મળી છે. સાથે જ કુદરતે ગુજરાતને જંગલની પણ છૂટા હાથે લ્હાણી કરી છે. અહીંના જંગલને નુકસાન ન થાય, પર્યાવરણને કોઈ આડઅસર ન થાય તેને ધ્યાનમાં રાખીને સરકારે જંગલની આસપાસની જમીન પર એક પણ પ્રોજેક્ટને મંજૂરી નથી આપી. ત્યારે રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં રાજ્યના ગૃહ ઉદ્યોગને 180 હેક્ટર જેટલી જમીનની ફાળવણી કરીને કરોડો રૂપિયાની આવક જરૂર કરી છે.

આ પણ વાંચોઃGujarat Budget Session 2023: સરકારના પૈસે ડોકટરો બની ગ્રામીણક્ષેત્રમાં સેવા કરવામાં નનૈયો, 359 ડૉકટર હાજર ન થયા

સરકાર પાસે આવી હતી 30 દરખાસ્તઃકૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યમાં ઉદ્યોગગૃહોને જંગલની જમીન ફાળવણી બાબતનો પ્રશ્ન કર્યો હતો. તેમણે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં એલોકેશન ઑફ બિઝનેસ રૂલ્સ 1961 મુજબ, રાજ્યમાં કેટલી જંગલની જમીનો ગૃહ ઉદ્યોગોને ફાળવવામાં આવી છે? તેના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં 21 અને વર્ષ 2022માં 9 જેટલી દરખાસ્ત પ્રાપ્ત થઈ હતી, જેમાં રાજ્ય સરકારે વર્ષ 2021માં 172.7276 અને વર્ષ 2022માં 7.3543 હેકટર જમીનની ફાળવણી કરી છે. તે અંતર્ગત સરકારે વર્ષ 2021માં 77,87,16,022 રૂપિયા અને વર્ષ 2022માં 84,07,982 રૂપિયાની આવક મેળવી હોવાનું ગૃહમાં સામે આવ્યું હતું.

સુરતમાં વનવિભાગે એસ્સાર સ્ટીિલને ફાળવી જમીનઃકૉંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ જિલ્લામાં આર્સેલર મિત્તલ ગૃપ (જૂનું એસ્સાર સ્ટીલ લિ.)ને ફાળવેલી જમીન બાબતે પણ પ્રશ્ન કર્યો હતો, જેમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ સુરત જિલ્લામાં આર્સેલર મિતલ ગૃપ દ્વારા વંશ સરક્ષણ અધિનિયમ 1980 અંતર્ગત વન ખાતાની જમીન જે હજીરા સુંવાલી ખાતે આવેલ છે જેમાં 196.90 હેકટર જમીન મેળવવાની દરખાસ્ત પડતરમાં હોવાનું સરકારે જણાવ્યું હતું. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા આખરી મંજૂરી આપતા 65.73 હેકટર જમીનની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સરકારે જમીન પેટે કુલ 61.86 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

આ પણ વાંચોઃGujarat Assembly : પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા, છતાં 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન

વનવિભાગની જમીન પર દબાણઃહજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા વનવિભાગ ખાતાની જમીન પણ દબાણ કરવા બાબતનો પ્રશ્ન અનંતકુમાર પટેલે કર્યો હતો, જેમાં સરકારે ચલાવ્યું હતું કે, વન વિભાગની 93.67 હેક્ટર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીનમાં બિનઅધિકૃત બાંધકામ, રસ્તા, બગીચા અને સ્લેગ ડમ્પિંગ કરી વર્ષ 2006-07થી ક્રમશ દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડની કુલ 65.73 હેક્ટર વિસ્તારની દરખાસ્તો અને ભારત સરકાર દ્વારા દંડનીય જોગવાઈને આધીન આખરી મંજૂરી આપવામાં આવી હતી અને 20.76 હેક્ટરની દરખાસ્ત અને ભારત સરકારે દ્વારા દંડની જોગવાઈના આધીન સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં યૂઝર એજન્સી દ્વારા શરતોની પૂર્ણતા કરવાની બાકી છે અને 7.18 હેક્ટર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details