ગુજરાત

gujarat

પાક વીમો ન મળતા કોંગ્રેસ ધારાસભ્યોના કૃષિભવનમાં ધામા

By

Published : Dec 24, 2019, 10:29 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. જેના કારણે 41 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. જેને લઇને રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ અત્યાર સુધી કુલ રાજ્યમાંથી 1.57 લાખ ખેડૂતોએ સહાય માટેની અરજી કરી છે પણ હજુ સુધી પાક વીમો ન ચૂકવતા કોંગ્રેસ દ્વારા કૃષિ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

gandhinagar
પાક વીમો ન મળતા કોંગ્રેસ ધારાસભ્યોના કૃષિભવનમાં ધામા

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે વીમા કંપની પાસેથી નુકસાનની ભરપાઈ અંગેની તમામ કામગીરી રાજ્ય સરકારે ખાનગી કંપનીને સોંપી હતી અને ખેડૂતોને વહેલી તકે વીમો પૂરો પાડવામાં આવે તે અંગેની પણ સૂચના આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ખેડૂતોને પાક વિમો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ ભવન ખાતે વિરોધ કર્યો હતો અને ખેડૂતોને સહાય ક્યારે મળશે તે અંગેની રજૂઆત પણ કરી હતી .

પાક વીમો ન મળતા કોંગ્રેસ ધારાસભ્યોના કૃષિભવનમાં ધામા

ઉપરાંત જો હવે ખેડૂતોને પાક વીમો નહીં મળે તો આગામી દિવસમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં કૃષિ રથ કરવામાં આવશે અને ખેડૂતોને પાક વીમો મળે તે અંગેની પણ આયોજન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details